MAHISAGAR : હાલોલ શામળાજી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, એકનું ઘટનાસ્થળે મોત
Mahisagar News : આ કાર સ્પીડમાં હોવાના કારણે ફંગોળાઈ હતી અને અને રોડની સાઈડ ઉપર પલટી મારી બાજુના ખેતરમાં જઈને પડી હતી.
![MAHISAGAR : હાલોલ શામળાજી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, એકનું ઘટનાસ્થળે મોત Mahisagar News Hit and run incident on Halol Shamlaji Highway, one person died on the spot MAHISAGAR : હાલોલ શામળાજી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, એકનું ઘટનાસ્થળે મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/532eaa06843625192c56c7e682cdf0791657197824_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mahisagar : મહિસાગર જિલ્લામાં હાલોલ-શામળાજી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હાઇવે પર સુવા ગામ પાસે પૂરઝડપે આવી રહેલ કારે રાહદારીને અડફેટએ લીધો હતો. રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ કાર સ્પીડમાં હોવાના કારણે ફંગોળાઈ હતી અને અને રોડની સાઈડ ઉપર પલટી મારી બાજુના ખેતરમાં જઈને પડી હતી. આ કારમાં સવાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.
મહિસાગરમાં સાસરીમાં પત્નીને તેડવા ગયેલા પતિનો મૃતદેહ મળી આવ્યો, મોત અંગે રહસ્ય ઘેરાયું
મહિસાગરમાં જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સાસરીમાં પત્નીને તેડવા ગયેલા પતિની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. મહિસાગરના બાલાસિનોર દેવઢાઠીમાં સાસરીમાં આવેલા જમાઈનું મોત થયું હતું, આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા હતા.
સાસરીમા પત્નીને તેડવા ગયેલા યુવાનનું રહસ્યમય રીતે મોત થતા અનેક શંકાઓ ઉભી થઈ હતી. એક દિવસ અગાઉ સાંજે આ મૃતક પોતાના ઘરેથી પત્નીને તેડવા ગયો હતો. ત્યાર બાદ તેનો મૃતદેહ મળી આવતા તેમના મોત અંગે રહસ્ય ઘેરાયું હતું. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ગત જૂન મહિનામાં ઘટી હતી.
મહિસાગરમાં સગા દીકરાએ માતા-પિતા પર કર્યો ખુની હુમલો, પિતાનું મોત
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામમાંથી હત્યાની એક ચકટારી ઘટના ઘટી હતી. પુત્રએ પિતાની હત્યા કરી હતી. ધાબા ઉપર સુઈ રહેલ માતા પિતા પર પુત્રએ દસ્તા વડે હુમલો કર્યો હતો. પુત્ર દ્વારા લોખંડના દસ્તા વડે હુમલો કરવામાં આવતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે માતાને ગંભીર ઇજા પહોંચી હતી. આરોપી છગન ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના ગત મેં મહિનાની છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)