શોધખોળ કરો

Amreli: રાજુલામાં મેગા ડિમોલિશન, 350થી વધુ દબાણો તોડી પડાયા 

રાજુલા શહેરના ભેરાઈ રોડ, ડુંગર રોડ, છતડીયા રોડ, મહુવા રોડ અને જાફરાબાદ રોડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણો  તોડી પડાયા છે.

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આજે  મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજુલા શહેરના ભેરાઈ રોડ, ડુંગર રોડ, છતડીયા રોડ, મહુવા રોડ અને જાફરાબાદ રોડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણો  તોડી પડાયા છે.  350થી વધુ દબાણોને તોડી પાડવા માટે અગાઉ જ નોટિસ આપવામાં આવી હતી.

મોટાભાગના દબાણો તો સ્વૈચ્છિક રીતે જ દૂર કરાયા હતા. બાકીના દબાણોને આજે તોડી પડાયા છે. 300થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. દબાણો તોડી પડાયા બાદ ફરી જો કોઈ દબાણ કરશે તો તેને 10 હજાર રુપિયાનો દંડ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાશે. 

શહેરમાં  કેબીનવાળા,  છાપરા અને રોડ પર કરવામાં આવેલા દબાણકારો પહેલા નોટિસ  ફટકારી જાણ કરી દેવામાં આવી હતી.  રાજુલાના જાફરાબાદ રોડ, ભેરાઇ રોડ, છતડીયા રોડ,  મહુવા રોડ અને મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  ચીફ ઓફિસર પ્રાંત અધિકારી મામલતદાર સહિત ડીવાયએસપી સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજુલા શહેરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જોવા મળ્યો હતો. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.   22 ઓગસ્ટે  ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 
 
ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.   

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવે વરસાદ અંગે ફરી એકવાર આજે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં  વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે.  આવતીકાલથી છૂટો છવાયો વરસાદ વરસશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. નર્મદા, ખેડા, ગાંધીનગર, દાહોદમાં ઓછો વરસાદ પડ્યો છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget