શોધખોળ કરો

કાતિલ ઠંડી: એક જ રાતમાં 11 ડિગ્રી પારો ગગડીને માઉન્ડ આબુમાં - 2.4 ડિગ્રી તાપમાન

ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં એક જ રાતમાં લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી ગગડીને માઈનસ 2.4 ડિગ્રી પહોંચ્યો હતો. કચ્છના નલિયામાં 7 ડિગ્રી ગગડીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું.

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમને લીધે ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડ્યો હતો જેના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં એક જ રાતમાં લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી ગગડીને માઈનસ 2.4 ડિગ્રી પહોંચ્યો હતો જ્યારે કચ્છના નલિયામાં 7 ડિગ્રી ગગડીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ ગુરૂવારનો દિવસ ગુજરાતમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. આ પહેલાં ગત 29મી ડિસેમ્બરે નલિયામાં લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું જે ગુરુવારે 3.3 ડિગ્રી નોધાયું છે. મહત્વનું છે કે, બુધવારે નલિયાનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી હતું જેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઘટીને માઈનસ 2.4 ડિગ્રી થઈ ગયું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરના ઠંડા પવનનું જોર વધતાં સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. કાતિલ ઠંડી: એક જ રાતમાં 11 ડિગ્રી પારો ગગડીને માઉન્ડ આબુમાં - 2.4 ડિગ્રી તાપમાન હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાન-વેસ્ટનાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભેજનું પ્રમાણ ઓછું થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં 10 ડિગ્રી, નલિયામાં 3 ડિગ્રી, ડીસામાં 8 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી અને ભુજમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું. કાતિલ ઠંડી: એક જ રાતમાં 11 ડિગ્રી પારો ગગડીને માઉન્ડ આબુમાં - 2.4 ડિગ્રી તાપમાન દેશના પશ્ચિમી હિમાલય તેમજ તેને અડીને આવેલા પહાડી રાજ્યોમાં ચાલી રહેલા ભારે હિમવર્ષાની વચ્ચે ઉત્તર પૂર્વના સીધા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી છે. કાતિલ ઠંડી: એક જ રાતમાં 11 ડિગ્રી પારો ગગડીને માઉન્ડ આબુમાં - 2.4 ડિગ્રી તાપમાન દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી પ્રમાણે, તાપમાનમાં ઘટાડો થતાં બુધવારે રાતે સુરતમાં પારો સિઝનમાં પહેલી વખત ગગડીને 12.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. મંગળવાર રાતે 18 ડિગ્રીના તાપમાન બાદ ગત રાત્રે 24 કલાકમાં સીધો પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળતાં સુરતમાં અચાનક ઠંડી અનુભવાઈ હતી.

ટોપ સ્ટોરી

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
Embed widget