શોધખોળ કરો
Advertisement
ઉ.ગુજરાતના આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદી પાણી ફરી વળતાં આ ગામમાં સર્જાયો નદી જેવો માહોલ
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ઘણી જગ્યાએ અડધોથી એક વરસાદ વરસાદ ખાબક્યો
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ઘણી જગ્યાએ અડધોથી એક વરસાદ વરસાદ ખાબક્યો હતો. મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ડુંગરના પાણી સરડોઈ ગામની શેરીઓમાં ફરી વળતાં નદી જેવો માહોલ સર્જાયો હતો. શહેરમાં ભારે પવન સાથે એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સરડોઈ, જીવણપુર, ઉમેદપુર, બોલુન્દ્રા, દધાલિયા, વરથું, ધોલવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સરડોઈ ગામમાં સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ હતી.
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મોડાસાના સરડોઈ ગામમાં ભારે વરસાદ અને ડુંગરના પાણી ગામમાં ફરી વળતાં રસ્તા પર નદી વહેતી થઈ હતી. મોડાસાના સરડોઈમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુરૂવારે ગુજરાતના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પંચમહાલના શહેરામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગુરુવારે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે તેના કારણે વાવેતરને જીવતદાન મળવાની સાથે નદી અને ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હતાં. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વરસાદ પડ્યો હતો. ધારી ગીરના ઝર, મોરઝર, ખીચા, આંબરડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.
વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસનગર અને કાસા, કંસારા, સવાલા,સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion