શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યારથી સત્તાવાર રીતે બેસી શકે છે ચોમાસુ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. સમય કરતાં ચોમાસાની સિઝન વહેલા શરૂ થશે.
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમા આજે અથવા કાલે ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસાની આ સિઝનમાં 100થી 105 ટકા વરસાદ થાય કેવી શક્યતા છે. ચોમાસા પહેલા જ 22 જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. સમય કરતાં ચોમાસાની સિઝન વહેલા શરૂ થશે. રવિવારથી બે દિવસ નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર અને સાબરકાંઠા સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાત આવતો રહેશે. જ્યારે 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય છે. અમદાવાદમાં પણ ઝડપી પવન અને ગાજવીશ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ થન્ડરસ્ટોર્મ રહેશે જેથી પ્રથમ 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 13થી 15 જૂન સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી સાંજે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે જેને કારણે વિજાપુરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને આજથી ખેડૂતો ખેતીમાં જોતરાયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion