શોધખોળ કરો

Navasari: ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકો બીમાર,ફૂડ પોઇઝનિંગની અસર

Navasari: નવસારીના જલાલપોરમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી ગઇ હતી. અહીં ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થતાં લોકોની હાલત બગડી હતી

Navasari:નવસારીના જલાલપોરના મટવાડ અને સામાપોર ગામમાં  100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થઇ જતાં તમામને તાબડતોબ હોસ્પિચટલ દાખલ કરવામાં આવ્યાં છે. નવસારીના મટવાડ અને સામપોરમાં ભંડારામાં મહાપ્રસાગનું આયોજન કરવામાં આવ્યું હતું, અહીં મહાપ્રસાદ લીધા બાદ લોકોમાં  ઝાડા ઉલ્ટીની ફરિયાદ જોવા મળી હતી. 100થી વધુ લોકોની સ્થિતિ વધુ ખરાબ થતાં તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં  હતા જો કે તમામ દર્દી રિકવર  થઇ જતાં રજા અપાઇ દેવાઇ છે.

ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે ભંડારા મહાપ્રસાદનું આયોજન  કરવામાં આવ્યું હતું ભોજનમાં પીરસાયેલ છાશ અને રસ ખાવા લાયક ન હોવાથી લોકો બીમાર થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. આ ભંડારનો પ્રસાદ સૌથી વધુ બાળકોએ ગ્રહણ કર્યો હતો. જેથી 100 બીમારમાં 70 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ મટવાડ ખાતે દોડી આવ્યા, ભોજન ના સેમ્પલ લીધા હતા. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ભોજન લીધા બાદ તમામ 100થી વધુ લોકોને ઉલ્ટીની સમસ્યા થતાં તાબડતોબ સારવાર મળી જતાં તમામને રિકવરી આવી ગઇ હોવાથી તમામને હોસ્પિટલથી રજા આપી દેવાઇ છે.

બજારમાં તૈયાર મળતા કેરીના રસ આ કારણે આપને કરશે બીમાર

આપ પણ બજારમાં તૈયાર મળતા કેરીના રસને ખરીદવાનું વધુ પ્રીફર કરો છો તો સાવધાન પેકેજ્ડ કેરીનો રસ સૌથી ખરાબ અને નિઃશંકપણે બિનઆરોગ્યપ્રદ વિકલ્પ છે. હેલ્ધી ડ્રિંક કે એનર્જી ડ્રિંક તરીકે કેરીના આ રેડીમેડ બજરમાં મળતા જ્યુસને પસંદગી કરવું હેલ્ધી વિકલ્પ  નથી. અભ્યાસના અહેવાલો અનુસાર, પેકેજ્ડ જ્યુસ (જેમ કે કેરીનો રસ)માં લગભગ 20 ટકા ફળોની સામગ્રી અને 80 ટકા ખાંડ અને કૃત્રિમ સ્વાદ હોય છે. કેટલીકવાર વાસ્તવિક ફળની માત્રા 20 ટકાથી ઓછી હોય છે.

આરોગ્ય પર કૃત્રિમ અને પેકેજ્ડ જ્યુસની અસરોનું વિશ્લેષણ કર્યા પછી, નિષ્ણાતોનું તારણ છે કે,  આજકાલ વધી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ પેકેડ અને રેડી ટૂ ઇટ ફૂડ છે.  તદુપરાંત, ઘણા લોકો તેમની દૈનિક પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હેલ્ધી ઓપ્શનના રૂપે જુએ છે આ એક ભૂલભરેલી માન્યતા છે.

વધુ ખાંડની માત્રા

બજારમાં મળતા રસમાં રસમાં વધુ  માત્રામાં ખાંડ ઉમેરવામાં આવે છે. આનાથી વજન વધવું, સ્થૂળતા, હૃદય રોગ, ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ઓછું ફાઇબર

બજારમાં મળતા તૈયાર કેરીના જ્યુસમાં  ફાઈબરની માત્રા ઘણી ઓછી હોય છે, જેના કારણે તે પેટ ભરવામાં મદદ કરતું નથી. આ કારણે વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે અને વધુ ખાવાનું મન થાય છે.

કૃત્રિમ સ્વાદો

પેકેજ્ડ કેરીના રસમાં આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

પ્રિઝર્વેટિવ્સ

બજારમાં મળતો કેરીનો રસ ખરાબ ન થાય અને લાંબો સમય રહે માટે પેકેજ્ડ કેરીના રસમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે, જે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.

આ રસમાં પોષક મૂલ્ય નથી

બજારમાં મળતાં  કેરીના રસમાં કોઈ વાસ્તવિક કેરીનો રસ અથવા પલ્પ હોતો નથી તેમાં કેરીના બદલે પપૈયા જેવા ફ્ળનો રસ પણ ઉમેરવામાં આવે છે આ સાથે મેંગોના સ્વાદ માટે એસેંન્સ પણ ઉમેરાય છે આ રીતે આ બજારના રસમાં  પોષક મૂલ્ય ઘટી જાય છે.

સ્વાસ્થ્ય સમસ્યાઓ

પેકેજ્ડ કેરીના રસના નિયમિત સેવનથી વજન વધવું, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવા બજારમાં મળતા તૈયાર રસ કેટલીક વખત ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે કારણ કે તેમાં ફ્રેશ કેરી ન વાપરીને ઘણી વખત ખરાબ કેરીનો ઉપયોગ થાય છે ઉપરાંત પપૈયા ઉમેરી દેવાઇ છે જેથી આપને ઓરિઝન કેરીનો રસ પણ મળતો નથી અને ફ્રેસ હાઇજિન ન હોવાથી સ્વાસ્થ્ય પણ જોખમાય છે.

સલાહ

જો તમારે કેરીનો રસ પીવો હોય તો  ઘર પર કેરી લાવી તાજી કેરીનો રસ જાતે ઘરે તૈયાર કરો. આ  કેરીનો રસ બનાવીને પીવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. આ સિવાય તમે કેરી કાચી ખાઈ શકો છો અથવા કેરીની સ્મૂધી બનાવીને પી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget