શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દશેરાએ રાજ્યમાં 200થી વધુ દલિતોએ કર્યો બૌદ્ધ ધર્મ અંગિકાર
અમદાવાદઃ દશેરાના દિવસે રાજ્યમાં 200થી વધારે લોકોએ ધર્માંતરણ કર્યુ હતું. દલિતો પર થતા અત્યાચારને લઇને દલિત સમાજમાંથી હવે ધર્માતરણ થઈ રહ્યું છે. આ ધર્માંતરણ પાછળ ઉનાકાંડ કારણભૂત હોવાનું મનાવમાં આવી રહ્યું છે. અમદાવાદના દાણીલીમડામાં આવેલા આંબેડકર હોલમાં ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીએ યોજેલા દીક્ષા ગ્રહણ સમારોહમાં 140 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી છે. 200 લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બુધ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. અમદાવાદ, કલોલ અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ યોજાયા હતા. શિક્ષક, MBA સ્ટુડન્ટ સહિતના શિક્ષિતોએ દીક્ષા ગ્રહણ કરી હતી.
કાર્યક્રમમાં બૌદ્ધ ભિખ્ખુ સંઘના મહામંત્રી પૂ.ભદન્ત પ્રજ્ઞાશીલ મહાથેરોએ દીક્ષા આપી હતી. રાજ્યમાં આજે દલિતો પ્રત્યે થતા અત્યાચાર અને અસ્પૃશ્યતાથી મજબૂર થઇને લોકો ધર્માતરણ કરી રહ્યા છે એમ માનવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion