Morvahadaf By Poll Result: મોરવા હડફમાં કોણ છે આગળ ?
ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
પંચમહાલ : પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી સરકારી વિનિયન કૉલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. હાલ બેલેટ પેપર પરના મતોની ગણતરી ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે. આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.
- મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ બીજા રાઉન્ડના અંતે
ભાજપ ઉમેદવાર: 5572 મત
કોંગ્રેસ ઉમેદવાર : 1491 મત
ભાજપ ઉમેદવાર આગળ
કોવિડની તમામ ગાઇડલાઇન મુજબ મતગણતરી યોજાઈ રહી છે. ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા 48,411 પુરુષો અને 38,407 મહિલાઓ સહિત કુલ 86,818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે.
રાજ્યમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.
રાજ્યમાં 18 થી 44 વર્ષના કેટલા લોકોએ લીધી રસી
રાજ્યમાં શનિવારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના વ્યક્તિના રસીકરણનો શુભારંભ થયો હતો અને 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું હતું. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,11,863 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 24,92,496 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,23,04,359 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.