શોધખોળ કરો
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત, જાણો ક્યાં નોંધાયું સૌથી ઓછું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગુજરાતમાં સૌથી વધું ઠંડી નલીયામાં નોંધાઈ હતી. નલીયામાં તાપમાનનો પારો ગગડીને 06.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો.

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ આ વખતે કાતિલ ઠંડી પડી રહી છે. દિવસભર લોકો સ્વેટર-શાલમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. શનિવાર અને રવિવારે એટલે આજે અને કાલે ઠંડીનો પારો 11 ડિગ્રી સેલ્સિઅસે પહોંચશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગુજરાતમાં સૌથી વધું ઠંડી નલીયામાં નોંધાઈ હતી. નલીયામાં તાપમાનનો પારો ગગડીને 06.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ન્યુ કંડલામાં 11.5 અને કંડલા એરપોર્ટ 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 12.9, ડીસામાં 10.9, વડોદરામાં 11.8, રાજકોટમાં 10.0, પોરબંદરમાં 12.4, ભુજમાં 10.4, અમરેલીમાં 12.0 તાપમાન નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચો જશે. રાજકોટ અને કચ્છ જિલ્લાના કેટલાંક ભાગોમાં સુસવાટા ભર્યા ઠંડા પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને ઉત્તરપૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે સમગ્ર ગુજરાનાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. NPR, NRC અને CAA એક સિક્કાની બે બાજુ; વિરોધ કરવાનો અમને ગર્વઃ પી ચિદમ્બરમ શ્રીલંકા સામે પ્રથમ ટી-20 પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, કોહલીને ડાબા હાથમાં થઈ ઈજા, જાણો વિગત સ્વિંગના સુલતાન’ ઈરફાન પઠાણનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, જાણો વિગતે INDvSL: 1 રન બનાવતાં જ રોહિત શર્માને પછાડી વિરાટ કોહલીના નામે નોંધાઈ જશે આ મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ વાંચો





















