શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકા સામે પ્રથમ ટી-20 પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, કોહલીને ડાબા હાથમાં થઈ ઈજા, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેકટિસ સત્ર દરમિયાન કોહલીને કેચની પ્રેક્ટિસ કરતી વખતે ઈજા થઈ હતી. કોહલીને ઈજા થયા બાદ ટીમ ઈન્ડિયાનો ફિઝિયો નીતિન પટેલ ઝડપથી ત્યાં ધસી આવ્યો હતો અને આંગળીમાં મેઝિક સ્પ્રે છાંટ્યો હતો.
ગુવાહાટીઃ ટીમ ઈન્ડિયા રવિવારે શ્રીલંકા સામે T20 રમીને નવા વર્ષમાં ક્રિકેટની શરૂઆત કરશે. શ્રીલંકા સામે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણીમાં રોહિત શર્મા અને મોહમમ્દ શમીને આરામ આપવામાં આવ્યો છે. શનિવાર સાંજે પ્રેકટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ડાબા હાથની ટચલી આંગળીમાં ઈજા થઈ છે.
ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેકટિસ સત્ર દરમિયાન કોહલીને કેચની પ્રેક્ટિસ કરતી વખતે ઈજા થઈ હતી. કોહલીને ઈજા થયા બાદ ટીમ ઈન્ડિયાનો ફિઝિયો નીતિન પટેલ ઝડપથી ત્યાં ધસી આવ્યો હતો અને આંગળીમાં મેઝિક સ્પ્રે છાંટ્યો હતો.
ભારત અને શ્રીલંકાની ટીમ 22 મહિના પ્રથમ વખત T20 ક્રિકેટમાં આમને-સામને ટકરાશે. ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીમાં કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પ્રથમ ટી20માં તેણે 50 બોલમાં 94 રન બનાવ્યા હતા. જે બાદ ત્રીજી અને અંતિમ ટી20માં માત્ર 29 બોલમાં 70 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ભારતનો સ્કોર 240/3 પર પહોંચાડ્યો હતો. જેના કારણે ભારતે ટી20 શ્રેણી જીતી હતી. કોહલી ટી20માં હજુ સુધી સદી ફટકારી શક્યો નથી.
ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી20 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી ટી20 7 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી ટી20 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
‘સ્વિંગના સુલતાન’ ઈરફાન પઠાણનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, જાણો વિગતે
BJP સાંસદની ઓવૈસીને ધમકી, કહ્યું- ‘ક્રેનથી ઉલટો લટકાવીને કાપી નાંખીશ તારી દાઢી’
INDvSL: 1 રન બનાવતાં જ રોહિત શર્માને પછાડી વિરાટ કોહલીના નામે નોંધાઈ જશે આ મોટો રેકોર્ડ, જાણો વિગત
CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion