શોધખોળ કરો

નરેન્દ્ર મોદીઃ પેટા ચૂંટણીથી લોકસભા ચૂંટણી સુધી આવી રહી છે આપણા પીએમ મોદીની રાજકીય સફર, કરો એકનજર.....

આજથી 22 વર્ષ પહેલાં 7મી ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા... અને ત્યારબાદ 2002માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા હતા

નરેન્દ્ર મોદીઃ પેટા ચૂંટણીથી લોકસભા ચૂંટણી સુધી.... આજથી 22 વર્ષ પહેલાં 7મી ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા... અને ત્યારબાદ 2002માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા હતા... નરેન્દ્ર મોદીના જીવનની એ પ્રથમ ચૂંટણી હતી... તે પહેલાં મોદીએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ના હતી... પહેલી ચૂંટણી નરેન્દ્ર મોદી 14728 મતોની લીડથી જીત્યા હતા... અને ત્યારબાદ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી વારાણસી થી લડ્યા અને તે ચૂંટણી તેઓ 479505 મતની લીડથી જીત્યા હતા... રાજકોટથી લઇને વારાણસી સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ નરેન્દ્ર મોદી જીતતા રહ્યા છે... મોદીને સતત મળેલી જીતમાં મતની લીડ સેન્સેકસ જેવી રહી છે... કંઈ ચૂંટણી કોની સામે કેટલા મતથી જીત્યા આવો જોઈએ આ અહેવાલમાં... 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કામ કરનાર નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા વર્ષ 2001થી સીધી જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરીકે ઓળખાતી થઈ... કારણકે આ પહેલા તેઓ ક્યારેય રાજનૈતિક જીવનમાં ઓળખીતા થયા ન હતા... ઉપરાંત ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોઈ ચૂંટણી પણ લડ્યા ન હતા... ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા ઉપરાંત ક્યારેય વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પણ મોદી 2002 પહેલા લડ્યા ન હતા... 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એટલે 6 મહિનાની અંદર તેમણે ગુજરાત વિધાનસભાની બેઠકો પૈકી કોઈપણ એક બેઠક પર ચૂંટણી જીતવી જ પડે... આવા સંજોગોમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીતેલા વજુભાઈ વાળાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે બેઠક ખાલી કરી... 2002ની સામાન્ય ચૂંટણી પહેલાં રાજકોટ પશ્ચિમ બેઠકની પેટાચૂંટણી યોજાઇ... ભાજપ તરફથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી અને કોંગ્રેસ પક્ષ તરફથી સહકારી ક્ષેત્રમાં મોટું નામ અને ઋતબો ધરાવતા અશ્વિન મહેતાએ ઉમેદવારી નોંધાવી... મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના તમામ વિરોધીઓ તેને હરાવવા એક થયા અને અશ્વિન મહેતાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી... ચૂંટણી રસાકસી ભરી થઈ... મતદાન બાદ મતગણતરી થઈ અને પરિણામ જાહેર થયું... આ પરિણામમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 45298 મત મળ્યા અને અશ્વિન મહેતાને 30570 મત મળ્યા એમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ ચૂંટણી 14728 મતની લીડથી જીત્યા... 

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીત્યાને થોડા સમયમાં જ નરેન્દ્ર મોદી સામે ગુજરાત વિધાનસભા 2002ની સામાન્ય ચૂંટણી આવી... નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી રાજકોટ પશ્ચિમ બેઠકના બદલે અમદાવાદની મણિનગર બેઠક પરથી લડવાનું નક્કી કર્યું... 2002ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી... આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 113589 મત મળ્યા અને કોંગ્રેસના ઉમેદવાર યતીન ઓઝાને 38256 મત મળ્યા... મોદીએ 2002ની સામાન્ય ચૂંટણી કુલ 75333ની લીડથી જીતી... આ લીડ 2002ની પેટાચૂંટણી કરતાં વધુ નોંધાઈ... ત્યારબાદ 2007ની વિધાનસભાની ચુંટણી પણ નરેન્દ્ર મોદી મણિનગર બેઠક પરથી જ લડ્યા... 2007ની ચૂંટણીમાં મોદીને 139568 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનશા પટેલને 52407 મત મળ્યા... નરેન્દ્ર મોદીએ 2007ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી કુલ 87161 મતની લીડથી જીતી હતી... 2007 બાદ વર્ષબ2012ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પણ નરેન્દ્ર મોદી મણિનગર બેઠક પરથી જ લડ્યા હતા... 2012ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 120470 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા ભટ્ટને 34097 મત મળ્યા હતા... નરેન્દ્ર મોદી આ ચૂંટણી કુલ 86373 મતની લીડથી જીત્યા હતા... 2012ની લીડ 2007ની લીડ કરતા થોડી ઓછી રહી હતી... અને અહી નરેન્દ્ર મોદીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સફર પૂર્ણ થઈ... 

2012ની વિધાનસભાની ચુંટણી બાદ નરેન્દ્ર મોદી 2014માં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા... હવે અહીંથી નરેન્દ્ર મોદીની લોકસભાની ચૂંટણીની સફર શરૂ થઈ... લોકસભાની પહેલી જ ચૂંટણી અને તે પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે લડવા માટે નરેન્દ્ર મોદીએ બે બેઠક પરથી લડવાનું નક્કી કર્યું... એક બેઠક ગુજરાતની વડોદરા અને બીજી બેઠક ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી... આ વખતે નરેન્દ્ર મોદીએ માત્ર પોતાની જાતને જ નહિ પરંતુ કેન્દ્રમાં સરકાર બને તે માટે અનેક લોકોને પણ જીતાડવાના હતા... દેશભરમાં અનેક સ્થળોએ રોડ શો, જાહેરસભા અને અન્ય રીતે પ્રચાર કરવાની સાથે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી બંને બેઠકો પરથી જીતી... વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીને 581022 મત મળ્યા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને 292038 મત મળ્યા... વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીએ કુલ 288984 મતની લીડ સાથે જીત મેળવી જ્યારે વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદીને 845464 મત મળ્યા અને કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રીને 275336 મત મળ્યા હતા... વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદીને 570128 મતની લીડ મળી હતી જે વારાણસીની બેઠક કરતા ઘણી મોટી હતી... વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની બેઠક નરેન્દ્ર મોદી ફરી વારાણસી બેઠક પરથી જ લડ્યા... 2019માં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીને 674664 મત મળ્યા જ્યારે સમાજવાદી પાર્ટીની ઉમેદવાર શાલીની યાદવને 195159 મત મળ્યા હતા... 2019ની વારાણસી બેઠકની ચૂંટણી નરેન્દ્ર મોદીએ 479505 મતની લીડથી જીતી હતી... 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget