શોધખોળ કરો

Navsari: રેલવે કામદારોની ગંભીર બેદરકારી, સમારકામ દરમિયાન ટ્રેક પર હથોડો ભૂલ્યા, ટ્રેન આવતા ઉછળીને મુસાફરને વાગ્યો

નવસારી રેલવે સ્ટેશન પર એક ગંભીર અને મોટી રેલવે કામદારો બેદરકારી સામે આવી છે. આજે વહેલી સવારે નવસારીના રેલવે ટ્રેક પર તેજસ સૂપરફાસ્ટ ટ્રેઇન ઉથલી પડતાં પડતાં માંડ માંડ બચી છે

Navsari Railway News: નવસારીમાં રેલવે કામદારોની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે, આજે વહેલી સવારે એક ગંભીર રીતે અકસ્માતની ઘટના પ્લેટફોર્મ પર ઉભા રહેલા પેસેન્જર સાથે ઘટી છે, અહીં એક પેસેન્જરને ટ્રેક પરથી ઉછળેલી લોખંડનો ભારેભરખમ હથોડો વાગ્યો છે. ખરેખરમાં આ હથોડો રેલવે કામદારો ભૂલથી ટ્રેક પર ભૂલી ગયા હતા, જે ટ્રેન આવતા ઉછળ્યો હતો અને પેસેન્જરને વાગ્યો હતો. હાલમાં પેસેન્જર સારવાર હેઠળ છે. 

મળતી માહિતી પ્રમાણે, નવસારી રેલવે સ્ટેશન પર એક ગંભીર અને મોટી રેલવે કામદારો બેદરકારી સામે આવી છે. આજે વહેલી સવારે નવસારીના રેલવે ટ્રેક પર તેજસ સૂપરફાસ્ટ ટ્રેઇન ઉથલી પડતાં પડતાં માંડ માંડ બચી છે. ખરેખરમાં થયુ એવું કે, આ પહેલા રેલવે ટ્રેક પર રેલવે કામદારોએ સમારકામ અને તપાસમાં લાગ્યા હતા, આ દરમિયાન રેલવે ટ્રેક પર એક મોટો ભારે ભરખમ લોખંડ હથોડો ટ્રેક પર જ ભૂલી ગયા હતા. આ પછી તેજસ સુપર ફાસ્ટ ટ્રેન નવસારીથી પસાર થઇ હતી, તે સમયે આ ટ્રેક પર જે વજનદાર લોખંડનો હથોડો રેલવે કામદારો ભૂલી ગયા હતા, તે ઉછળીને સીધો પ્લેટફોર્મ પર ઉભા રહેલા પેસેન્જરને વાગ્યો હતો. અચાનક આટલો વજનદાર હથોડો પેસેન્જરને વાગતા તે લોહીલુહાણ થઇ ગયો હતો, તેને છાતીમાં હથોડો વાગતા પાંસળી તૂટી હતી. ઘાયલ પેસેન્જર મૂળ દહાણુંનો હતો જેને અત્યારે તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હૉસ્પીટલ બાદ વલસાડની હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

કાકરાપાર નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાને મોટો ફાયદો, 1034 ગામોમાં સિંચાઇ માટે મળ્યુ પુરતુ પાણી

વિધાનસભા ગૃહમાં મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ કાકરાપાર યોજનાની મુખ્ય નહેરની કયા જિલ્લાઓના કેટલા ગામોના કેટલા વિસ્તારમાં સિંચાઇનો લાભ મળે છે, અને ડાબા તથા જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ અને વહનશક્તિ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ એમ કુલ ૪ જિલ્લાના ૧૦૩૪ ગામોમાં ૨,૬૫,૨૫૯ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. કાકરાપાર યોજનામાં ડાબા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ ૬૪ કિલોમીટર અને વહનશક્તિ ૩૮૫૦ ક્યુસેક છે. જ્યારે જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ ૬૪ કિલોમીટર અને વહનશક્તિ ૩૫૦૦ ક્યુસેક છે. 

કાકરાપાર યોજનાની સંગ્રહશકિત ઉપરાંત જમણા કાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા અને તેમાં કરાયેલા વધારા પાછળ કેટલો ખર્ચ થયો છે જેનો લાભ કેટલા વિસ્તારોને મળે છે, તે અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, કાકરાપાર યોજનાની સંગ્રહશકિત ૧૮૨૦.૦ મીલીયન ઘનફૂટ છે. કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા ૨૪૮૦ ક્યુસેક હતી. તેમાં ૧૦૨૦ ક્યુસેકનો વધારો કરાયો છે જે મુજબ હાલની વહનક્ષમતા ૩૫૦૦ ક્યુસેક છે જેમાં કુલ ૩૮૫.૭૨ કરોડનો ખર્ચ કરાયો છે. વહનક્ષમતા વધવાથી સુરત અને ભરૂચ જિલ્લાના ૮ તાલુકાના ૩૧૩ ગામોના અંદાજે ૧,૧૮,૪૬૭ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?Morbi Murder Case: મોરબીના યુવકના મોતમાં મોટો ખુલાસો, મિત્રોએ જ હત્યાને આપ્યો અંજામGujarat High Court: દ્વારકા ડિમોલિશન મામલે વકફ બોર્ડને હાઈકોર્ટ તરફથી ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Embed widget