શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Patan: ફરવાના શોખીનો માટે મોટા સમાચાર, રાજ્યના આ વિસ્તારમાં બન્યું કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ

પાટણ: જિલ્લાના હદ વિસ્તારના સાંતલપુર તાલુકાના એવાલ ગામ નજીક રણમાં નવીન પ્રવાસન સ્થળ તૈયાર થવા પામ્યું છે. જેમાં બાળકોને મોજ મસ્તી માટે રમત ગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાટણ: જિલ્લાના હદ વિસ્તારના સાંતલપુર તાલુકાના એવાલ ગામ નજીક રણમાં નવીન પ્રવાસન સ્થળ તૈયાર થવા પામ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે રહેવા, જમવા સહીતની પાયાની સુવિધાઓ સાથે બાળકોને મોજ મસ્તી માટે રમત ગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રવાસન સ્થળ વિસ્તારમાં રણ દર્શન, વિવિધ પ્રકારના પ્રાણીઓ નિહાળવા, સાથે ધાર્મિક સ્થળોના દર્શન, સોલાર પ્લાન્ટ, રણમાં મીઠુ પકવતા અગરીયાઓની મુલાકત વગેરે પ્રવાસીઓ નિહાળી શકશે.

ઉતર ગુજરાતમાં નડાબેટ સીમા દર્શન બાદ હવે પાટણમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ તૈયાર થઈ ગયું છે. જિલ્લાની સરહદે કચ્છ - પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર ખાડા ટેકરા અને ઝાડ ઝાંખરીથી ગીચ જંગલ જેવા બોર્ડર એરિયામાં રણ દર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ બનાવવામાં આવતા વિસ્તારની કાયાપલટ થઈ જવાં પામી છે. વન વિભાગ દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 2.79 કરોડના ખર્ચ એવાલ ગામ પાસે 1 હેક્ટરમાં રણ સફારી બનાવવાનું મે 2022 માં શરૂ કરાયું હતું. 

જેમાં પ્રવાસીઓ માટે રણદર્શન, વસવાટ કરતા પ્રાણીઓ નિહાળવાનો ટાવર સહીત રાત્રે રોકાણ માટેની અધતન સુવિધાઓથી સજ્જ રણ સફારી બનીને તૈયાર થઈ જતા એજન્સી દ્વારા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લોકાપર્ણ કરી પ્રવાસીઓ માટે અગામી સમયમાં ખુલ્લું મૂકવામાં આવનાર હોય ઉત્તર ગુજરાતવાસીઓ સહિત સમગ્ર ગુજરાતને વધુ એક પ્રવાસન સ્થળ જોવાનો લ્હાવો મળશે. રણ સફારી પ્રોજેક્ટનું સંચાલન ઇકો ટુરીઝમ કમિટી કરશે. 

આ ટુરીઝમ સ્થળ પર રણ સફારીમાં અનેક સુવિધાઓ ઊભી કરાઇ છે. જેમાં બાળકો માટે રમત ગમતના સાધનો, ખુલ્લો ડાયનીગ હોલ, રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે આ વિસ્તારમાં રણ દર્શનમાં ચિકારા, ઘુડખર જેવા પ્રાણીઓ પણ નિહાળી શકાશે. આસપાસના 10 થી 20 કિલોમીટરના અંતરમાં વરુણી માતાજી મંદિર, ઇશ્વરીયા મહાદેવ મંદિર સંગત માતાના પ્રાચીન મંદિર, સરગુડી બેટ, ચારણકા સોલાર પ્લાન્ટ તેમજ રણમાં અગરિયા લોકો કેવી રીતે મીઠુ પકવે છે તે પણ નિહાળી શકાશે. આ પ્રવાસન સ્થળ પર પહોંચવા માટે પાટણ - રાધનપુર - સાંતલપુર - સાંતલપુરથી ગરામડી  ગામથી મઢુત્રા થી જાખોત્રાથી વૌવાથી એવાલ આ પ્રકારનો રૂટ રહેવા પામ્યો છે.

રણ સફારીમાં આ સુવિધાઓ ઊભી કરાઇ 

- રિસેપ્શન 
- રણદર્શન માટે જીપ્સી ગાડીની વ્યવસ્થા
- વોચ ટાવર 
- ઘુડખર , ચિંકારા , રણ લોકડી જેવા પ્રાણીઓ નિહાળવાનો પોઈન્ટ 
- ખુલ્લો ડાયનિંગ હોલ ( 50 લોકો ઍક સાથે ખુલ્લામાં બેસીને ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા )
- 4  સિંગલ કોટેજ (રૂમ )
- 2 - ડબલ કોટેજ (રૂમ)
- 10 લોકો સાથે રહી શકે તેવો હૉલ રૂમ 
- બાળ ક્રીડા ઘર સહિત મનોરંજન માટેના સાધનો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Embed widget