આજથી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, પણ આ તારીખ બાદ તૂટી પડશે વરસાદ
દક્ષિણ ગુજરાતસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદ (Rain)ની આગાહી કરી છે
આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. તો તો સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદ (Rain)ની સંભાવના સેવાઈ રહી છે. જો કે હવામાન વિભાગે 31 મી જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે લો પ્રેશનર સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 તારીખ બાદ વરસાદનું જોર વધતા કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. રાજ્યમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ હોવાનો હવામાન વિભાગનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદ (Rain)ની આગાહી કરી છે જ્યારે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધઆયો છે જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા વરસાદ (Rain) નોંધાયો છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ તો 35.19 ટકા, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લામાં સિઝનનો ૩૪.૯૦ ટકા, પાટણનો ૪૧.૭૬ ટકા તથા બનાસકાંઠામાં ૨૫.૯૬ ટકા વરસાદ (Rain) નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા બીજી ઓગષ્ટ સુધીમાં હળવો તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.