શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈ અધિકારીઓની નિમણૂક કરાઈ, જાણો વિગત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સરળતાથી યોજી શકાય એ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની મહાનગરપાલિકાના વોર્ડ દીઠ નિમણૂક કરાઈ છે.
ચુંટણીપંચ દ્વારા રાજયની 6 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરતમાં ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીઓના ઓર્ડર કર્યા છે. વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. હાલ ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ અંગેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં નવેમ્બર માસમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હતી પરંતુ કોરોનાનું સંક્રમણના કારણે રાજય ચુંટણીપંચે તૈયારીઓ શરૂ કરી હોવા છતાં પણ ચૂંટણીને મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો અને ચૂંટણીને ત્રણ મહિના પાછળ ધકેલવાનું જાહેર કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion