માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મોબાઇલમાં ગેમ રમવાને લઇને મોટા ભાઇએ કરી નાના ભાઇની હત્યા
બાળકોને ગેમ રમવા મોબાઈલ આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો હતો
ખેડાઃ બાળકોને ગેમ રમવા મોબાઈલ આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, મોબાઇલ પર ગેમ રમવા મામલે નારાજ થઇને મોટા ભાઇએ નાના ભાઇની હત્યા કરી દીધી હતી. ખેડાના ગોબલેજ ગામમાં મોબાઈલમાં ગેમ રમવાને લઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી દીધી હતી. મોબાઇલમાં ગેમ રમવાના વારાને લઈ પિતરાઈ ભાઇ નાનાભાઈ વચ્ચે મનદુઃખ થયું હતું. જેને ધ્યાનમાં રાખીને મોટાભાઈએ નાના ભાઈના માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હતી. બાદમાં હાથ-પગ બાંધી નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.
જો કે બાદમાં મૃતક બાળકની પરિવારજનોએ શોધખોળ કરી હતી અને આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. મૃતક સગીર બાળકની ઉંમર 11 વર્ષ અને હત્યા કરનાર પિતરાઈ ભાઈ પણ સગીર હોવાની માહિતી મળી રહી છે. ગેમ રમવાને લઈ ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
મહેસાણામાં પત્નીએ જ પોતાના ભાઇ સાથે મળી પતિની ક્રૂરતાપૂર્વક કરી હત્યા, જાણો કારણ?
મહેસાણાના કુખ્યાત ગોપાલ રાઠોડ હત્યા તેની જ પત્નીએ કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. સોમવારે રાત્રે કુખ્યાત ગોપાલ રાઠોડની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર બીજું કોઈએ નહી પરંતુ તેની પત્નીએ જ કરી હતી.ગોપાલ રાઠોડની હત્યા તેની પત્ની અને સાળાએ કરી હોવાનો ખુલાસો થયો છે. ગોપાલ પર 15થી વધુ ગુના દાખલ છે. તે ગત રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેની પત્ની કેશર સાથે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો રાખવા મામલે તકરાર થઈ હતી. આ લડાઇ મોડી રાત સુધી ચાલી હતી. દરમિયાન તેનો સાળો સુરેશ ઠાકોર 5 હજાર ઉછીના લેવા આવ્યો હતો ત્યાર બાદ આ ઝઘડો ઉગ્ર બનતા તેની પત્ની અને સાળાએ લોખંડની પાઇપ વડે હુમલો કરી ગોપાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ગોપાલના અન્ય મહિલા સાથે આડા સંબંધને લઈ ઘરમાં અવારનવાર ઝઘડા થતા. ઘટનાના દિવસે પણ આ મામલે ઝઘડો થયો હતો. ઘટનાના દિવસે ગોપાલની પત્નીનો ભાઈ ઘરે આવતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ગોપાલની પત્નીએ તેના ભાઈ સાથે મળી લોખંડના પાઈપ મારી હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે બંનેની ધરપકડ કરી છે. મૃતક ગોપાલ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો તેના વિરુદ્ધ 15થી વધુ ગુના દાખલ છે.