Crime News: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એકનો આપઘાત, સુસાઇડ નોટમાં કર્યાં મોટા ખુલાસા
Crime News: રાજકોટમાં વધુ એક ધંધાર્થીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. ઘટનાના પગલે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
Crime News:રાજકોટમાં વધુ એક ધંધાર્થીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. ઘટનાના પગલે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં વધુ એક શખ્સે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવી દીધું છે. કોલસાના ધંધાર્થીએ પોતાની દુકાનની છતમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનિય છે કે, હનુભા રાઠોડે 50,000ની સામે મકાન લખાવી લીધું, જય પટેલે 1 લાખના 13 લાખ માગ્યા, 13 તોલા સોનું પણ લઇ લીધું હતું.ઉપરાંત અન્ય બીજા બે શખ્સોએ વધુ પૈસા પડાવ્યા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
Crime News: સુરતના મોટા ગજાના બિલ્ડરનો આત્મહત્યાનો પ્રયાસ, આપઘાત પહેલા જાહેર કરી આ વાત, જુઓ વીડિયો
સુરતના મોટા મોટા વરાછા બિલ્ડરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બિલ્ડરે અમદાવાદ સોલા વિસ્તારમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલા તેને એક વીડિયો દ્વાર તેની વેદના વ્યક્ત કરી હતી.
મોટા વરાછા બિલ્ડરને સહજાનંદ વિહાર ગૃપમાં નાણાની લેતી દેતીની મામલે પરેશાન કરવામાં આવતા આવતા હતા. તેમના નિકટના મિત્રે એબીપી સાથે વાત કરતા અન્ય બિલ્ડર્સ અને દલાલ હેરાન કરતા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. આપધાતનો પ્રયાસ કર્યાં પહેલા બિલ્ડરે પણ પોતાના વિશે કેટલીક વાતો જણાવતા વેદના વ્યક્ત કરી છે. આ વીડિયો સામે આવતા હડકંડ મચી ગઇ છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડરની હાલ SGVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બિલ્ડરે વીડિયોમાં શું કહ્યું?
બિલ્ડરે એના વીડિયોમાં જણાવ્યું છે કે, દોઢેક વર્ષથી તેને મુશ્કેલી હતી અને આ કારણે તે આપઘાત કરવા માટે પ્રયત્ન કરતો હતો. પણ તેની ત્નીને આ બાબતનો અંદેશો હોવાથી તે તેમને એકલા ન હતી છોડતી. આખરે તેમ જેમ કરીને પોતે આપઘાત માટે પગલું ભરતા હોવાનું વીડિયોમાં કહે છે.વીડિયોમાં બિલ્ડર એવું જણાવે છે કે, દોઢેક વર્ષથી એની જીંદગી ખરાબ થઈ છે. જો કે એ કોનાથી પરેશાન છે.એનો વીડિયોમાં કોઈ ફોડ પડાયો નથી પણ સૂત્રોનું કહેવું છે કે એની સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓને કારણે એની આર્થિક હાલત કફોડી થઇ ગઇ છે.ય જેનાથી તેને માનસિક ત્રાસ પણ થતો હતો.બિલ્ડરે જે વીડિયો બનાવ્યો છે એમાં એ એના નજીકના સંબંધીને કહે છે કે, જે લોકોએ મારી સાથે ખોટું કર્યુ છે એ કોઈ છટકવા ન જોઈએ. ગુનેગારને સજા થાય એ માટે પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી આ વાત પહોંચાડવામાં આવે.