શોધખોળ કરો

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, દાનીડેટા એપથી ‘એક કા ડબલ’ની લાલચે લોકોએ 100 કરોડ ગુમાવ્યા

Banaskantha News : ઓનલાઇન ગેમમાં એક કા ડબલની લાલચે એકલા બનાસકાંઠા જિલ્લામાં જ લોકોએ 100 કરોડ રૂપિયા ગુમાવ્યાની ચર્ચા.

Banaskantha : ગુજરાતી સાહિત્યના એક કહેવત છે કે જે ગામમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એટલે કે લાલચુ વ્યક્તિને ધુતારાઓ સરળતાથી લૂંટી જાય છે. આ કહેવત વધુ એક વાર સાર્થક સાબિત થઇ છે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લામાં ઓનલાઇન ગેમમાં રોકાણ કરી બમણું વળતર મેળવવાની લાલચે લોકોએ 100 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 

વાત એમ છે કે દાનીડેટા નામની એક ઓનલાઇન એપ્લિકેશથી ફુટબોલ મેચમાં રોકાણ કરવાથી બે ગણું વળતર મળશે એવી લાલચ આપવામાં આવી હતી. મેચના સટ્ટામાં એક કા ડબલમાં વેપારી, ડોક્ટર,સહિત અનેક અધિકારીઓએ પૈસા રોક્યા હોવાની જાણકરી મળી રહી છે. જો કે આ એપ્લિકેશનમાં અચાનક જ બેલેન્સ ઝીરો થઇ જતા લોકોની સાથે કરોડોની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે.  

આ છેતરપિંડીમાં એકલા ધાનેરામાં લોકોએ કરોડોથી વધુ અને બનાસકાંઠા જિલ્લામાં લોકોએ 100 કરોડ ગુમાવ્યાની ચર્ચા થઇ રહી છે. 

એક બાજુ લોકોએ લમણે હાથ મુક્યા, બીજું બાજું મિમ્સ ફરતા થયા 
એકે બાજુ લોકોએ આ ગેમમાં ક્રોડળો રૂપિયા ગુમાવ્યા, તો બીજી બાજુ આ અંગે  મિમ્સ ફરતા થયા છે અને ગેમમાં રોકાણ કરનારાઓની મજાક ઉડાવવામાં આવી રહી છે. 

એક મીમમાં લખ્યું છે - “લોકોને વગર મહેનતે ખુબ સારો આર્થિક લાભ - કમાણી કરાવી આપનાર દાતાશ્રી દાનીદાતાનું ગઈકાલે રાત્રે દુઃખદ અવસાન થયું છે. પરમ કૃપાળું પરમાત્મા એમની આત્માને શાંતિ અને અને એમના ચાહકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના”

તો બીજા એક મીમમાં લખ્યું છે - “ધાની ડેટા એપમાં રોકાણ કરનાર મારા દરેક મિત્રોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે, ૐ શાંતિ  ધાની ડેટા”

તો અન્ય એક મીમમાં લખ્યું છે - ‘દાનીડેટા એપમાં જે લોકોમાં પૈસા ગયા અમેને રાહુલ ગાંધી સહાય આપશે.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget