કચ્છની દરિયાઇ સીમા પરથી ઝડપાઇ પાકિસ્તાની બોટ
હરામીનાળાના બોર્ડર પિલ્લર નંબર 1158 પાસે ક્રીક વિસ્તારમાથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે
કચ્છઃ કચ્છની દરિયાઈ સીમા પરથી ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. હરામીનાળાના બોર્ડર પિલ્લર નંબર 1158 પાસે ક્રીક વિસ્તારમાથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે. ભારતીય જળસીમામાં બેથી ત્રણ માછીમારો દેખાતા BSFના જવાનો પહોંચ્યા હતાં. જોકે BSFના જવાનોને જોતા પાકિસ્તાની માછીમારો ક્રિક વિસ્તારનો ફાયદો ઉઠાવી ફરી પાકિસ્તાન સીમામાં ઘૂસી ગયા હતાં. જ્યારે ભારતીય સેનાએ પાક માછીમારની બોટ ઝડપી પાડી હતી.
તો આ તરફ કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી ચરસના પેકેટ મળી આવ્યા છે. લખપતના લક્કી નાલામાંથી 8 ચરસના પેકેટ મળી આવ્યા હતા. બીએસએફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે લક્કી નાળા પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલે પણ લખપતમાં પિંગ્લેશ્વર પાસેથી 9 ચરસના પેકેટ મરીન ફોર્સને મળી આવ્યા હતા. કચ્છમાં અત્યાર સુધી 4 હજાર 500 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે.
Amreli : 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
અમરેલીઃ ૧૧ વર્ષની કૌટુંબીક ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ચક્કરગઢ રોડ ઉપર રહેતા એક શખ્સે 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મામા ભાણેજના સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે. કૌટુંબિક બેન ફરિયાદ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. પિતા પુત્ર બંને વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર બંનેની અમરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે.
Anand : રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, 2 બાળકોના મોત
આણંદઃ ઉમરેઠની રતનપુરા મોટી કેનાલ માં ૪ બાળકો ડુબ્યા છે. ર બાળકોના મોત થયા છે, જ્યારે બેને બચાવી લેવાયા છે. કાળજાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ મેળવવા કેનાલમાં નહાવા પડયા હતા. વહેતા પાણીમાં બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા. આણંદ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ર બાળકોને બચાવ્યા. બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોતને ભેટયા. મૃત બાળકો ઉમરેઠના રતનપુરાના ૨હેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....
વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......