શોધખોળ કરો

Gujarat Election: શું પાલભાઈ આંબલિયા અપક્ષ ઉમેદવારી નોંધાવશે? પોતે જ કર્યો ખુલાસો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે, ઉમેદવારોના નામ જાહેર થયાના કલાકોમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે, ઉમેદવારોના નામ જાહેર થયાના કલાકોમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. ઘણા નેતાઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા પાલભાઈ આંબલીયાએ પણ આ વખતે ટિકિટ માગી હતી. જો કે તેમને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે.

હવે આ અંગે 82 વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ જાહેર થયા પછી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો મીડિયામાં અફવા ચલાવે છે કે, પાલભાઈ આંબલિયા અપક્ષ ચૂંટણી લડશે તે ખોટું છે. સ્વાભાવિક છે કે હું નારાજ હોઉં, થોડો રોષ પણ હોય પણ હૂઁ કોંગ્રેસમાં હતો, છું અને રહીશ , હૂઁ કોઈ અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નથી.

રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને કોંગ્રેસનું કોકડું ગુચવાયું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારનો નામ જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું હજુ ગુંચવાયું છે. કોંગ્રેસ લોહાણા સમાજ કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટિકિટ આપશે? તેના પર નજર છે. કડવા પાટીદાર સમાજ માંથી મનસુખ કાલરીયા લોહાણા સમાજમાંથી ગોપાલ ઉનડકટ દાવેદાર છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ  છે. બંને સમાજે ભાજપમાંથી ટિકિટ  માંગી હતી, આ સીટ ભાજપનો ગઢ હોવાથી ભાજપે આ બેઠક પર જૈન સમાજને ટિકિટ આપી છે.

કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત

કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત  કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન  આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.

ચૂંટણીપંચની સુચનાથી છ ડીવાયએસપીની બદલી

ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય અથવા ચૂંટણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવા અધિકારીઓની બદલી કરવાની સુચના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી હતી.  પરંતુ, ગૃહ વિભાગે સંતોષકારક કામગીરી ન કરીને અનેક અધિકારીઓને બદલી કરી નહોતી. જેને લઇને ચૂંટણી પંચ નારાજ હતુ. ત્યારે છ ડીવાયએસપીની બદલી કરવાની સુચના આપતા ગૃહ વિભાગે શનિવારે બદલી કરી હતી. જેમાં  સુરત એલ ડિવિઝનના એસીપી એન પી ગોહિલની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે. 

જ્યારે  સુરત સી ડિવિઝનના એસીપી જી એ સરવૈયાની બદલી  રાજપીપળા ડીવાયએસપી તરીકે, રાજપીપળાના ડીવાયએસપી ચિરાગ પટેલની બદલી સુરત સી ડિવિઝન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરીટી સુપ્રીટેન્ડન્ટ આર. પી.ઝાલાની બદલી સુરત એલ ડિવિઝનમાં , અમદાવાદ પશ્ચિમ રેલવેના ડીવાયએસપીની બદલી કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર કરાઇ ખાતે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ કંટ્રોલ વિભાગના  ડીવાયએસપી જયેશ બ્રહ્મભટ્ટની બદલી ગાંધીનગર વીઆઇપી સિક્યોરીટી વિભાગમાં કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આચારસંહિતનો કડક અમલ થાય તે માટે ડીજીપીએ શનિવારે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપી હતી કે ગુજરાતના તમામ 100 ટકા બંદોબસ્ત ગોઠવવા અને તેમજ અન્ય જિલ્લાઓમાં પોલીસ કંટેલ રૂમમાં તૈનાત સ્ટાફને વાયરલેસના સેટ સાથે રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે હથિયાર જપ્તી અને વોંરટ બજાવવાની કામગીરી કરવા માટે ડીજીપીએ સુચના આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Embed widget