Panchmahal: પંચમહાલમાં ટ્રકની અડફેટે પોલીસકર્મીનું મોત, ટ્રક ચાલકે તેમની બાઇકને મારી હતી ટક્કર
પંચમહાલમાં ટ્રકની અડફેટે પોલીસકર્મીનું મોત થયું હતું
પંચમહાલમાં ટ્રકની અડફેટે પોલીસકર્મીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, પંચમહાલમાં ટ્રકની અડફેટે પોલીસકર્મીનું મોત થયું હતું. ગોધરા દાહોદ રોડ ગાંધી પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે ફરજ બજાવતા એએસઆઇ પ્રભાતસિંહ લાખાભાઇ પગી બાઇક પર સવાર થઈ ફરજ ઉપર જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
Bhavnagar News: યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ, 1 કરોડ રુપિયાની ખંડણી વસૂલ્યાનો આરોપ
Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ડમીકાંડમાં તોડકાંડ મામલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એક કરોડની ખંડણી વસૂલીનો આરોપ છે. આજે સુરતથી તેના સાળાની પણ આ મામલે પોલીસે ધરપકડ કરી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ સમન્સ આપ્યું હતું અને ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે.
2 પાનામાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યાં ગંભીર આરોપ
ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી