ડાંગમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતા વિપક્ષ પરેશ ધાનાણીની કરાઈ અટકાયત
'અન્ન અધિકાર અભિયાન' અંતર્ગત ડાંગ ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા આજે 'અન્ન અધિકાર અભિયાન' અંતર્ગત વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે 'અન્ન અધિકાર અભિયાન' અંતર્ગત ડાંગ ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. જેની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક વિરોધ પ્રદર્શન સ્થળે દોડી આવી હતી અને અને રૂપાણી સરકાર વિરૂદ્ધ દેખાવો કરનાર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની અટકાયત કરી હતી.
કોંગ્રેસ દ્વારા પણ 1થી 9 ઓગસ્ટ દરમિયાન સરકાર વિરુદ્ધ સમાંતર વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ડાંગ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને દેખાવો કરતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત કોંગ્રેસે આજે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ચાલું રાખ્યો છે.
ડાંગના વઘઈ ખાતે રહેતા બે આદિવાસી યુવાનોને ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોત થયા હતા જે બાદ જવાબદાર અધિકારી તેમજ પોલીસ કર્મીઓ સામે હત્યા અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી તેમની ધરપકડ ન કરાતા આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ બંને મૃતકોના પરિવારને મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. સાથે જ આવનારા સમયમાં તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે અને આ બંને પરિવારોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ આગામી સમયમાં આંદોલન પણ કરશે.
ગુજરાતની રૂપાણી સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવાર મુદ્દે લીધો મોટો નિર્ણય
ગુજરાતની રૂપાણી સરકારે કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના પરિવાજનો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આ પરિવારને મોટી રાહત થશે. મૃતકના પરિજનને સહાય ચૂકવવાની મજૂરી હવે ઝડપીથી મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
સરકારી કર્મચારીના મૃત્યુ બાદની સહાયની મંજૂરી આપવાની સત્તા જે તે વિભાગના વડા ને સોંપવામાં આવી. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણાં વિભાગ પાસે હતી, જેના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો. કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવા માટે સરકારે નિર્ણય કરેલ છે.