શોધખોળ કરો

પરેશ ગોસ્વામીએ કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ તારીખથી ચોમાસું લેશે વિદાય

પરેશ ગોસ્વામીના આંકલન મુજબ, 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લું થઇ જશે, 30 સપ્ટેમ્બર પછી મોટા વરસાદની શક્યતા નહિવત છે

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું, હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. લો પ્રેશર ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ મુવ કરી રહ્યુ છે. આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વિરમગામ સહિતના વિસ્તારમાં આવનાર 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. ગીર સોમનાથ, અમરેલી, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજ સાંજથી વરસાદ ધીમો પડે તેવી શક્યતા છે. 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લું થઇ જશે, 30 સપ્ટેમ્બર પછી મોટા વરસાદની શક્યતા નહિવત છે. ઓક્ટોબરમાં એક રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં જોવા મળી શકે છે. 9-10 ઓક્ટોબરે રાજયના તમામ વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.

પરેશ ગોસ્વામીએ કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ તારીખથી ચોમાસું લેશે વિદાય

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મેદરડા, રાધનપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી અને ભાભરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 124 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે બુધવારે વરસાદનું જોર ગુજરાતમાં ઓછુ રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં ચાલુ સિઝનનો કેટલો થયો વરસાદ

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget