શોધખોળ કરો

પાટણમાં રખડતા સાંઢનો આતંક,  4 મહિલાને લીધી અડફેટે, 2 ના મોત થયા

ગુજરાતમાં  રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. દરરોજ રાજ્યમાં રખડતા ઢોરના આતંકની અનેક ઘટનાઓ સામે આવે છે. ફરી એક ઘટના સામે આવી છે.

પાટણ:  ગુજરાતમાં  રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. દરરોજ રાજ્યમાં રખડતા ઢોરના આતંકની અનેક ઘટનાઓ સામે આવે છે. ફરી એક ઘટના સામે આવી છે જેમાં પાટણના અધાર ગામે આખલાએ અડફેટે લેતા 2 મહિલાઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાટણ નજીક અધાર ગામે દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં રખડતા આખાલએ આતંક મચાવ્યો હતો, આખલાએ 4 મહિલાઓને અડફેટે લીધી હતી. 

પાટના અધાર ગામે સવારના સમયે મહિલાઓ ખેતી કામ માટે ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઘટના બની હતી.  મહત્વનું છે કે આ ઘટનામાં 2 મહિલાઓના મોત નિપજ્યા છે. અગાઉ પણ ઘણીવાર રખડતા ઢોરનો આતંક સામે આવી ચૂક્યો છે. 

Gujarat Assembly Election Result: ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે, રાજ્યપાલે મુખ્યમંત્રીનું રાજીનામું સ્વીકાર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. પક્ષ તરફથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ તરફથી સી.આર.પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો હતો. પંકજ દેસાઇએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે.

શપથવિધીનો સમય નક્કી કરવા કાલે બપોરે બે વાગ્યે મળવાનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે તે પણ કાલે નક્કી થઇ જશે.

ધારાસભ્ય દળના નેતા નક્કી થતા જ મુખ્યમંત્રીનું નામ રાજ્યપાલને કાલે બે વાગ્યે મોકલાશે. મુખ્યમંત્રીનું નામ નક્કી થયા બાદ મુખ્યમંત્રી તરફથી મંત્રીઓના નામની યાદી પણ રાજ્યપાલને મોકલાશે. સૂત્રોના મતે અગાઉની ભૂપેન્દ્ર પટેલ સરકારના 12થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે.

પંકજ દેસાઇએ કહ્યું હતું કે આવતીકાલે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યદળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ રખાશે. ગાંધીનગરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે. રાજ્યપાલને મળીને તેઓ રાજીનામું સોંપશે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિ નહી પરંતુ લાયકાતના આધારે પ્રાધાન્ય અપાશે. શપથવિધિ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget