(Source: ECI/ABP News/ABP Majha)
પાટણઃ ચાણસ્મામાં ફૂંકાયેલા ભારે પવનમાં દુકાનના પતરાં ઉડ્યાં અને વીજ પોલ ધરાશાઈ થયો, જુઓ CCTV વીડિયો
પાટણઃ હાલ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે અને જનજીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે. હાલ ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી લોકો ગરમ લૂનો અનુભવ કરી રહ્યા છે.
પાટણઃ હાલ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે અને જનજીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે. હાલ ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી લોકો ગરમ લૂનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ભારે પવન ફૂંકાતાં પાટણ જિલ્લાના ચાણસ્મામાં માર્કેટિંગ યાર્ડમાં એક દુકાનના પતરાં પણ ઉડી ગયાં હતાં. પવન એટલો ગતિમાં હતો કે પતરાં કાગળની જેમ ઉડી ગયા હતા. પતરાં ઉડવાની સાથે જ દુકાન પાસે રહેલો વીજ પોલ પણ ધરાશાઈ થઈ ગયો હતો.
દુકાનના પતરાં ઉડવાની અને વીજ પોલ ધરાશાઈ થવાની સમગ્ર ઘટના દુકાનની સામે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે અચાનક જ દુકાનની આગળ લગાવેલા શેડનાં પતરાં ભારે પવનમાં ઉડવા લાગે છે. પવનની ગતિ એટલી તેજ હતી કે પતરાં હવામાં ઉડીને બાજુની દુકાન આગળ ફંગોળાયા હતા. આ સાથે વીજ પોલ પણ ધરાશાઈ થયો હતો. આજે માર્કેટયાર્ડમાં રજા હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. હાલ આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પાટણઃ ચાણસ્મામાં ફૂંકાયેલા ભારે પવનમાં માર્કેટિંગ યાર્ડની એક દુકાનના પતરાં ઉડ્યાં અને વીજ પોલ ધરાશાઈ થયો
— ABP Asmita (@abpasmitatv) May 3, 2022
જુઓ ઘટનાનો CCTV વીડિયો pic.twitter.com/jClKudCQXa
આસામ જેલમાંથી છૂટ્યા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
અમદાવાદ: આસામ જેલમાંથી છુટકારા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જીગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ બે કેસમાં જીગ્નેશ મેવાણીને 9 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. આસામ પોલીસે 20 એપ્રિલ મોડી રાત્રે જીગ્નેશ મેવાણીની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. ગઈ કાલે જીગ્નેશ મેવાણી દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હવે તેઓ આજે અમદાવાદ પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ ખાતે સભાને સંબોધન કરશે.
આસામ પોલીસે કરેલા કેસ અંગે જિગ્નેશ મેવાણીએ કહ્યું - "આ 56 ઈંચની કાયરતા છે, લાલ કિલ્લા ઉપર ગોડસે મુર્દાબાદ બોલી બતાવો" આસામ પોલીસ દ્વારા ધકપકડ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્માં મેવાણીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, "મને બરબાદ કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. તે (આસામ પોલીસ) મને સાથે લઈ ગયા પણ કેસ વિશે કંઈ પણ જણાવ્યું નહોતું. હું એક વકીલ પણ છું પરંતુ મારા ઉપર કઈ કલમો લગાવામાં આવી તેની મને જાણકારી પણ નહોતી અપાઈ. ત્યાં સુધી કે મને મારા પરિવાર સાથે પણ મને વાતચીત નહોતી કરવા દીધી.