પેટ્રોલ ડિઝલના ભાવમાં ફરી એક વખત ભડકો, રાજ્યના આ શહેરમાં 100ને પાર થઇ કિંમત
મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે.
Petrol diesel price hike:મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા.
મોંઘવારીના માર વચ્ચે લગભગ રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં ફરી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે સતત ચોથા દિવસે ૩૫ પૈસાનો વધારો થતાં મે ૨૦૨૦થી અત્યાર સુધીમાં એટલે કે કોરોનાકાળના ૧૮ મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 36 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 26.58 મોંઘા થયા છે.
રોજબરોજ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યાં છે. શનિવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 1.03.86 રૂપિયા અને ડીઝલનો ભાવ 103.40 રૂપિયા થયો છે. આજે ફરી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતાં . અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105,85 અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105.41 છે.
દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતાં વધારાના કારણે રોજ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા છે. જેના પગલે ટ્રાન્સપોર્ટ મોંધુ થતાં તમામ ચીજ વસ્તુના ભાવ પણ વધી રહ્યાં છે.