Petrol Diesel Price: મહારાષ્ટ્રમાંથી કેમ લોકો ગુજરાતમાં આવી રહ્યા છે પેટ્રોલ પુરાવવા ? જાણો શું છે કારણ
Petrol Diesel Price: મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં પેટ્રોલમાં રૂ. 14/લિટર અને ડીઝલમાં રૂ. 3.5/લિટરનો તફાવત છે.
Petrol Diesel Price in Gujarat: મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને રાહત આપવા માટે મોદી સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી લોકોને ચોક્કસ રાહત મળશે. કેન્દ્ર સરકારે ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં ઘણા રાજ્યો ઘટાડો કરવા તૈયાર નથી. પરિણામે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાંથી ઘણા વાહન ચાલકો અહીં પેટ્રોલ પુરાવવા આવે છે.
મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં કેટલા સસ્તા છે પેટ્રોલ-ડીઝલ
મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના લોકો અહીં ઈંધણ પુરાવવા આવે છે. વલસાડના એક પેટ્રોલ પંપના માલિકે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, મહારાષ્ટ્ર બોર્ડર અહીંથી 2 કિમી દૂર છે. લોકો અમારા પંપ પરથી ઇંધણ ખરીદે છે. કારણ કે મહારાષ્ટ્ર કરતાં અહીં પેટ્રોલમાં રૂ. 14/લિટર અને ડીઝલમાં રૂ. 3.5/લિટરનો તફાવત છે.
મહારાષ્ટ્રના એક ગ્રાહકે જણાવ્યું, હું મારા કામ માટે દરરોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાર કરું છું અને સામાન્ય રીતે હું આ પંપમાંથી ઇંધણ ખરીદું છું. આ રીતે અમે પેટ્રોલમાં લગભગ રૂ. 14 લિટરની બચત કરીએ છીએ અને દર મહિને આશરે રૂ. 3000ની બચત થાય છે.
"I cross the Gujarat-Maharashtra border every day for my work and I usually purchase fuel from this pump. This way we save almost Rs14/liter in petrol and around Rs 3000 every month is saved," said a customer from Maharashtra pic.twitter.com/mdaFMcLA9D
— ANI (@ANI) May 24, 2022
સસ્તા ક્રૂડ ઓઈલથી સામાન્ય લોકોને કોઈ ફાયદો થતો નથી
આ મહિને મોદી સરકારે સત્તામાં 8 વર્ષ પૂર્ણ કર્યા છે. 2014માં યુપીએ સરકારને હટાવીને મોદી સરકાર સત્તામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 110 ડોલર પ્રતિ ડોલર હતી. પેટ્રોલ 71.41 રૂપિયા અને ડીઝલ 55.49 રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ હતું. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ વૈશ્વિક કારણોસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે મોદી સરકારે સત્તામાં એક વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં 41 ટકાનો ઘટાડો થયો હતો અને મે 2016ની બીજી વર્ષગાંઠ દરમિયાન 56 ટકા ક્રૂડ ઓઈલ સસ્તું થઈ ગયું હતું. પરંતુ જ્યારે પેટ્રોલના ભાવમાં માત્ર 11 ટકાનો ઘટાડો થયો ત્યારે ડીઝલ માત્ર 16 ટકા સસ્તું થયું. કોરોના મહામારી દરમિયાન જ્યારે આખી દુનિયા ઘરની અંદર બંધ હતી. ભારતમાં લોકડાઉન હતું. ત્યારબાદ માંગના અભાવે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. મે 2020 માં કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે મોદી સરકાર સત્તામાં 6 વર્ષ પૂર્ણ કરી રહી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $ 33 ની નજીક ટ્રેડ કરી રહ્યું હતું. એટલે કે 2014ની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ લગભગ 70 ટકા સસ્તું થઈ ગયું હતું. પરંતુ કેન્દ્રની મોદી સરકાર 2014ની સરખામણીમાં 2.54 ટકા સસ્તા ભાવે પેટ્રોલ વેચી રહી હતી જ્યારે ડીઝલ 12 ટકા વધુ ભાવે મળી રહ્યું હતું.