PSI-LRDની ફિઝિકલ ટેસ્ટ માટે શારિરીક કસોટીની શરૂઆત, કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
પોલીસ સબ ઈન્સપેક્ટરની 858 અને લોક રક્ષક કેડરની 12,733 જગ્યા પર આજથી શારિરીક કસોટીની શરૂઆત.કુલ 13 હજાર 591 જગ્યા માટે માટે 10 લાખથી વધુ ઉમેદવારો મેદાને છે. આજથી શરૂ થનારી શારિરીક પરીક્ષા 13 માર્ચ સુધી ચાલશે.

પોલીસ સબ ઈન્સપેક્ટરની 858 અને લોક રક્ષક કેડરની 12,733 જગ્યા પર ભરતી માટે આજથી શારિરીક પરીક્ષા શરૂ થઇ છે. આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં આજે 21 જાન્યુઆરીએ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ લેવાશે. આ પરીક્ષા 21 જાન્યુઆરીથી શરૂથઇ છે. જે 13 માર્ચ સુધી ચાલશે. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે આજે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે.
ગુજરાતમાં બિન હથિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 659 જગ્યા ખાલી છે જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 129 જગ્યા ખાલી છે. જેલર ગ્રૂપ -2 માટે 70 જગ્યા છે. કૂલ 858 ખાલી પદો છે. લોકરક્ષણ (LRD)ની વાત કરીએ તો બિન હથિયાર પોલીસ કોન્સ્ટેબલ માટે 6942 ખાલી પદો છે. તો હથિયાર પોલીસ કો્સ્ટેબલ માટે 2458 જગ્યા ખાલી છે. એસઆરપીએફ કોન્સ્ટેબલ માટે 3002 અને જેલ સિપાહી માટે 300, જેલ સિપાઇ મહિલા મેટ્રેન માટે 31 ખાલી જગ્યા છે. આ પદો કૂલ 12733 પદો પર ભરતી થશે, ઉ્લ્લેખનિય છે કે, પીએસઆઇનીપોસ્ટ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા ગ્રેજ્યુએટની ડિગ્રી જરૂરૂ છે. લોકરક્ષક (LRD)નવા ઉમેદવાર માટે ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી, ભરતી પરીક્ષાને પારદર્શી બનાવવા માટે હાઇટેક વ્યવસ્થા કરવામાં આવી છે.
દોડની મર્યાદા
પુરૂષ ઉમેદવાર માટે 5 હજાર મીટર (25 મિનિટમાં)
મહિલા ઉમેદવાર 1600 મીટર ( 9 મિનિટ 3 સેકેન્ડમાં)
માજી સૈનિકો માટે 2400 મીટર (12મિનિટ 30 સેકેન્ડમાં )
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
(1)પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ મળી કુલ-13591 જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
(2) આ જાહેરાત અન્વયે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 (પંદર) શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test (PET)) અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST)) માટે તારીખ 21.01.2026થી બોલાવવામાં આવેલ છે.
(3) 11 (અગીયાર) ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા.21.01.2026 થી તા.13.03.2026 સુધી તથા 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21.01.2026 થી તા.06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે.
(4)દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે.
(5) શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે.
(6)દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.
(7) શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.
(8) શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવનાર છે.
(9)તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.
(10) પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મીનીટ 30 સેકન્ડમાં પુરી કરવાની રહેશે.
(11) અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.
(12) અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ 150 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ 155 સે.મી. હોવી જોઇએ.
(13) તમામ પુરૂષ ઉમેદવારોની છાતીનું માપ ઓછામાં ઓછુ 79 સે.મી. થી 84 સે.મી. હોવુ જોઇએ. એટલે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સે.મી. હોવો જોઇએ.
(14) પો.સ.ઇ. કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેને સમકક્ષ તથા લોકરક્ષક કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 અથવા તેને સમકક્ષ રાખવામાં આવેલ છે.





















