Navasari : PM સૂર્યઘર હેઠળ 300 યુનિટ મફત વીજળીની ગેરેન્ટી, સોલાર પેનલ લગાવવા સરકાર પૈસા આપશેઃPM મોદી
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન તેઓએ નવસારીના વાસી બોરસી ગામમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મિત્રા પાર્ક સહિત 44 હજાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
![Navasari : PM સૂર્યઘર હેઠળ 300 યુનિટ મફત વીજળીની ગેરેન્ટી, સોલાર પેનલ લગાવવા સરકાર પૈસા આપશેઃPM મોદી PM Modi addressed the public by inaugurating development works today Navasari : PM સૂર્યઘર હેઠળ 300 યુનિટ મફત વીજળીની ગેરેન્ટી, સોલાર પેનલ લગાવવા સરકાર પૈસા આપશેઃPM મોદી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/22/1d8f4d989ba8a723ea7a9b313f40b891170860843469881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navasari :PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન તેઓએ નવસારીના વાસી બોરસી ગામમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મિત્રા પાર્ક સહિત 44 હજાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. નવસારીમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પરિવારવાદન લઇને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ પર પ્રહાર
ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ જનસભાનને સંબોધન કર્યું હતું..પીએમ મોદીએ કેમ છો કહીને સંબોધનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, “ કોંગ્રેસના સમયે ભારતની અર્થવ્યવસ્થા 11માં નંબરે હતી, હાલ ભારતની અર્થવ્યવસ્થા પાંચમાં નંબરે છે, નાના શહેરોમાં પણ કનેક્ટીવીટીનો શાનદાર ઈંફ્રાસ્ટ્રક્ચર છે. નાના શહેરોમાં પણ લોકો હવાઈ યાત્રાનો લાભ લઈ રહ્યા છે, અમારી સરકાર ગરીબોને પાકા ઘર આપી રહી છે,આજે દુનિયા ડિજીટલ ઈંડિયાને ઓળખી ગઈ છે,કોંગ્રેસના લોકો ડિજીટલ ઈંડિયાનો મજાક ઉડાવતા હતા,કોંગ્રેસે દશકો સુધી દેશ સાથે અન્યાય કર્યો હતો. કોંગ્રેસે દશકો સુધી દુનિયાને દેશની અસલી વિરાસતથી દૂર રાખી હતી, આજે દુનિયામાં ભારતની સમૃદ્ધ વિરાસતની ગૂંજ છે. કોંગ્રેસના એક પણ નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી પહોંચ્યા, કોંગ્રેસના નેતાઓને ગુજરાતના લોકો ક્યારે માફ નહીં કરે. કોંગ્રેસ પાસે મોદીને ગાળો આપવા સિવાય કોઈ એજન્ડા નથી.કોંગ્રેસ પાસે દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી.પરિવારવાદી માનસિકતા નવી પ્રતિભાની દુશ્મન,પરિવારવાદી માનસિકતા યુવાનો માટે દુશ્મન છે. કોંગ્રેસ જેટલા કિચડ ફેંકશા એટલા જ કમળ ખીલશે.
નવસારીના વાસી બોરસી ગામમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મિત્રા પાર્ક સહિત 44 હજાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટીની દેશભરમાં ચર્ચા છે. દેશના અબાલ વૃદ્ધ સૌને મોદીની ગેરેન્ટી પર વિશ્વાસ છે. મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી ગુજરાત જાણે છે. હું ગુજરાતમાં હતો ત્યારે પાંચ એફની વાત કરતો હતો
ટેક્સટાઈલ ઉદ્યોગને ખુબ ફાયદો થશે , વિશ્વમાં ગુજરાતની ગુંજ સંભળાશે.સુરત સિલ્ક સિટીનો વિસ્તાર નવસારી સુધી થઈ રહ્યો છે, આ પાર્કના નિર્માણથી જ 3 હજાર કરોડનું રોકાણ થશે,પાર્કથી આસપાસના ગામોને પણ રોજગારી મળશે,ગુજરાત વીજળીનું મહત્વ સમજે છે,એક સમયે ગુજરાતના લોકો વીજળીની સમસ્યાથી પરેશાન હતા,વીજળીના સંકટના કારણે ગુજરાતનો વિકાસ અસંભવ હતો.અસંભવને સંભવ કરવા માટે મોદી છે.આજે દરેક ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે, પીએ મોદીએ કહ્યુ કે, “PM સૂર્યઘર હેઠળ 300 યુનિટ મફત વીજળીની ગેરેન્ટી,ઘર ઉપર સોલાર પેનલ લગાવવા સરકાર પૈસા આપશે.300 યુનિટ કરતા વધુ વીજળી વેચવી હોય તો એ સરકાર ખરીદશે,ગરીબોને મોદીની ગેરેન્ટી પર વિશ્વાસ છે. મહિલાઓને મોદીની ગેરેન્ટી પર વિશ્વાસ છે. ખેડૂતો,દુકાનદારો, મજૂરોને મોદીની ગેરેન્ટી પર વિશ્વાસ છે”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)