PM Modi Gujarat Visit: PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
PM Modi Gujarat Visit: 30મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે.
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસકાર્યોની ભેટ ધરશે.
વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે અને ભારત દેશ સરંક્ષણ સંસાધનો ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.
વડાપ્રધાના બીજા દિવસના પ્રવાસની વાત કરીએ તો 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલશે. ત્યારબાદ બનાસકાંઠાના થરાદ ખાતેથી રુપિયા 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની જાહેરાત -ખાતમુહૂર્ત કરશે અને જનસભાને સંબોધશે.
વડાપ્રધાન 1લી ઓક્ટોબરના રોજ સવારે માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.
PM મોદીના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની વિગત
- 30 ઓક્ટોબરે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પહોચશે- 2.25 વાગ્યે
- વડોદરામાં લેપ્રસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં ભાગ લેશે- 2.30 વાગ્યે
- હેલિકોપ્ટર દ્વારા PM મોદી કેવડિયા જશે - 4.20 વાગ્યે
- કેવડિયામાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે PM
- 31 ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમા ને પુષ્પાંજલી - 8 વાગ્યે
- કેવડીયા ખાતે રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડમાં ભાગ લેશે- 8.15 થી 10 વાગ્યા સુધી
- 11 વાગ્યા સુધી 40 મિનિટ નો સમય અનામત કેવડીયા ખાતે રહેશે
- 11 વાગ્યે આરંભ 2022 ની શરૂઆત પીએમ ના હસ્તે અને ટ્રેની આઈએએસ અધિકારીઓ ને સંબોધન
- બપોરે 3.25 વાગ્યે બનાસકાંઠાના થરાદ ખાતે ના વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત કરશે
- બનાસકાંઠાથી ફરી અમદાવાદ આવશે PM મોદી - 5.50 વાગ્યે
- 31 તારીખે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે
- 1 નવેમ્બરે ગાંધીનગરથી રાજસ્થાન જશે PM મોદી - 9.50
- રાજસ્થાનના માનગઢમાં જનસભાને સંબોધશે PM મોદી - 10.50 વાગ્યે
- માનગઢથી પંચમહાલના જાંબુઘોડા આવશે PM મોદી- 1.15 વાગ્યે
- જાંબુઘોડામાં વિકાસકાર્યોનુ ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે- 01.30 વાગ્યે
- પંચમહાલના જાંબુઘોડાથી ગાંધીનગર જશે PM મોદી - 5.30 વાગ્યે
- મહાત્મા મંદિર ખાતે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં લેશે ભાગ- 6 વાગ્યે
- 182 વિધાનસભા બેઠકના ભાજપ કાર્યકરોને સંબોધશે
- કાર્યક્રમ બાદ PM મોદી દિલ્હી જવા રવાના થશે- 7.50 વાગ્યે
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી વડોદરા ખાતે ભારતના પ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C295ના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે
— BJP Gujarat (@BJP4Gujarat) October 29, 2022
🕝 આવતીકાલે બપોરે 2:30 કલાકે
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/h6pycXVcHe