શોધખોળ કરો

BOTAD : VHP નેતાને હત્યાની ધમકી આપનાર આરોપી સિરાજની પોલીસે કરી ધરપકડ

Botad News : સિરાજે ધમકી આપી હતી કે હમુનામ મંદિર પર લગાવેલા લાઉડસ્પીકર ઉતારી લેજો નહીંતર કિશન ભરવાડ વળી થશે.

BOTAD : બોટાદ શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ના શહેર પ્રમુખને અપહરણ અને હત્યા કરવાની ધમકી આપનાર  સિરાજ ઊર્ફે ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ 5 મે ના રોજ બોટાદ  વિશ્વ હિન્દુ પરિષદના  શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને સિરાજે કારમાં બેસાડી અપહરણ અને હત્યા કરવાની ધમકી આપી હતી. જે બાદ  મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સિરાજની ધરપકડ કરી છે. 

કારમાં બેસાડી અપહરણ અને હત્યાની ધમકી આપી 
બોટાદ  વિશ્વ હિન્દુ પરિષદના  શહેર  પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને   ગત તારીખ 5 મેંના રોજ બપોરના  ત્રણેક વાગ્યે  નાગલપર દરવાજા પાસે  નંબર વગરની સ્વીફ્ટ  કારમાં આવેલ  સિરાજ ઊર્ફે  ખલ્યાણી  દ્વારા કારમાં  બેસાડી અને કહ્યું  “ગામમા તમે હનુમાનજી મદિર ઉપર  લાઉડસ્પીકર બાંધેલા છે. તે ઊતારી લેજો નહિતર કિશન ભરવાડ વાળી થશે  અને અમારું શું   કરી લેશો? તમને ગાડીમાં બેસાડી તમારૂં અપહરણ કરી જાવ તો મારું   કઈ નહીં  કરી શકો. તમે બધા અમારા ધ્યાનમાં જ છો માપમાં રેહજો નહિતર  જાન નથી મારી નાખીશ”  તેવી ધમકી આપી હતી.  

આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ દ્વારા  બોટાદ પોલીસ  સ્ટેશનમાં  સિરાજ ઉર્ફે  હુસેન ખલ્યાણી રહે-બોટાદ વાળા સામે  ફરિયાદ  નનોંધાવી હતી છે જેને લઈ બોટાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

પહેલી વાર એક સાથે 10ના ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ 
સુરતમાં થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બારોબાર લાયસન્સ મેળવનાર 10 લોકોના લાઇસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ પ્રથમવાર ઘટના બની છે કે 10 લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યાં છે. હવે આ 10 લોકો નવું લાઇસન્સ પણ નહીં બનાવી શકે.  

આ સામગ્ર મામલો સુરત RTO કૌભાંડનો છે. RTO એજન્ટે 10 લોકોને બારોબાર લાયસન્સ ઈશ્યુ કરાવી આપ્યા હતા.આ લાઇસન્સ એવા લોકોને કઢાવી આપ્યા હતા જેમને ડાઇવિંગ પણ આવડતું નથી. RTOની  ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ બારોબાર લાયસન્સ કાઢી આપ્યા હતા. આગાઉ આ કેસમાં  3 એજન્ટ અને એક આરટીઓ ઇન્સ્પેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget