શોધખોળ કરો
Advertisement
દમણ-દીવના સાંસદના નામે પૈસા પડાવતા બે ભેજાબાજની પોલીસે કરી ધરપકડ, જાણો વિગત
દમણ દીવના સાંસદના નામે કંપનીઓમાં ફોન કરીને ભંડારા અને મંદિર માટે ફંડ ફાળો ઉઘરાવતા અમદાવાદના બે ભેજાબાજ ઠગની દમણ પોલીસે ધરપકડ કરી હતી.
અમદાવાદ: દમણ દીવના સાંસદના નામે કંપનીઓમાં ફોન કરીને ભંડારા અને મંદિર માટે ફંડ ફાળો ઉઘરાવતા અમદાવાદના બે ભેજાબાજ ઠગની દમણ પોલીસે ધરપકડ કરી હતી. કચીગામ સહિત અનેક કંપનીમાંથી રૂપિયા ટ્રાન્સર્ફર કરાવ્યા હતા.
દમણના કચીગામમાં રહેતા અને દમણ દીવના સાંસદ લાલુભાઇ પટેલના નામે કચીગામ સહિત અન્ય વિસ્તારમાં આવેલી કંપનીમાં ફોન કરીને મંદિર તથા ભંડારા માટે દાન ઉઘરાવતા હોવાની ફરિયાદ દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. કંપની સંચાલકને ફોન કરીને બંને આરોપીઓ 11 હજારથી લઇને 51 હજાર રૂપિયા ફાળો માંગતા હતા.
આ કેસમાં દમણ પોલીસે તપાસ હાથ ધરીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા બે આરોપી રિતેશકુમાર જોશી અને રાકેશ રામજીભાઇ શર્માની ધરપકડ કરી હતી. અમદાવાદમાં રત્ન કલાકારનું કામ કરતાં આરોપી રિતેશ જોશી અને રાકેશ શર્મા છેલ્લા કેટલાક સમયથી કામંધધો ન હોવાથી આ રીતે રૂપિયા કમાવવા માટે નવો કીમિયો શોધી કાઢયો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement