Palanpur: ક્યાંક તમે તો નથી ખાતાને નકલી ઘી? પાલનપુરમાં અમુલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘીના ગોરખધંધાનો પર્દાફાશ
Palanpur: પાલનપુર તાલુકાના ચડોતર ખાતે અમુલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ધીનો વેપાર કરતા વેપારી સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
Palanpur: પાલનપુર તાલુકાના ચડોતર ખાતે અમુલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ધીનો વેપાર કરતા વેપારી સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જીસીએમએમએફના અધિકારી દ્વારા વેપારી સામે ફરિયાદ નોંધતા અમુલના નામે ડુપ્લીકેટ કરનાર વેપારી અત્યારે તો ફરાર થઈ ગયો છે. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 30 કિલો ઘી સીલ કરી અને સેમ્પલ માટે મોકલ્યા છે તો તાલુકા પોલીસે અમુલ બ્રાન્ડના પાઉચ કબજે કર્યા છે.
પાલનપુર તાલુકાના ચડોતર ખાતે જિયોલોજિસ્ટ પાર્કમાં વેપારી અમૂલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ કરતો હોવાની અમૂલ માર્કેટિંગના મેનેજરને જાણ થઈ હતી. જે બાદ માર્કેટિંગના મેનેજર દ્વારા અમૂલના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. જેમાં અમુલ ફેડરેશનના અધિકારી જય ગજ્જર ચડોતર ખાતે પહોંચ્યા હતા અને ઘીનું પાઉચ ખરીદવાનું કહેતા મેનેજર દ્વારા દુકાનમાંથી ઘીનું પાઉચ ખરીદાયું હતું ત્યાર બાદ આ ઘીનું પાઉચ અમુલના ટ્રેડ માર્ક વાળું ચિન્હ જણાઈ આપતા અને પાઉચ પર અમુલનો કોઈ ટ્રેડમાર્ક ન મળતા અમૂલનું ડુપ્લીકેટ પાઉચ હોવાનું સામે આવ્યું હતું.
જોકે આ બાબતે ક્વોલિટી એન્ડ કન્ટ્રોલ વિભાગને જાણ કરી હતી અને પાઉચને મંગાવી તપાસ અર્થે લીધા હતો ત્યારે અમૂલના અધિકારી જય ગજરે આ બાબતે કડક કાર્યવાહી કરી હતી અને ચડોતર ખાતે આવેલી જીઆઇડીસીમાં દુકાનની અંદર પેકિંગ મટીરીયલ જેમાં પ્લાસ્ટિકના મટીરીયલ ઉપર અમુલ બ્રાન્ડના નામની આગળ નાના અક્ષરથી શ્રી લખેલું હતું. જેથી સામાન્ય લોકો છેતરાઈને અમુલ બ્રાન્ડ સમજી શકે અને તેના પાછળના ભાગનું ચિત્ર અમૂલને મળતું ડુપ્લીકેટ હતું ત્યારે પેકિંગ મશીન ખાલી ટીન સગડી કઢાઈ આ તમામ બાબતોના ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નમૂના લીધા હતા.
જો કે આ બાબતે વેપારી સાથે વાતચીત કરતા વેપારી ફરાર થઈ ગયો હતો જેને લઇને અમુલના અધિકારી જય ગજ્જર દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે આરોપી નેમાભાઈ જુવારાભાઈ માળી સામે ફરિયાદ નોંધાવી હતી. ચડોતર ખાતેના જીઓલોજીસ્ટ પાર્કમાં ઘીની ફેક્ટરી બનાવી અને અમુલ બ્રાન્ડના નામે ઘી પેક કરવાનું અને વેચવાનો વેપલો અમૂલના અધિકારીઓએ પર્દાફાશ કર્યો છે ત્યારે અમૂલના પાઉચમાં ઘી ભરી અને અમુલ બ્રાન્ડના ભળતા નામ સાથે વેચી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય અને અમુલ અને લોકો સાથે પણ છેતરપિંડી થાય તેવું કામ જીઆઇડીસીમાં થઈ રહ્યું હતું ત્યારે કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો કેટલું ઘી અમૂલ બ્રાન્ડના નામે બનાવી અને વેચ્યું છે તે તમામ બાબતો પોલીસ તપાસ પરથી બહાર આવશે.