શોધખોળ કરો

વઢવાણની મહિલાની જૈન સાધુ સામે પોલીસ ફરિયાદઃ ‘રાજતિલકે બળજબરીથી મને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી મારી ઈચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું’

મહિલાએ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અક્ષરશઃ નીચે પ્રમાણે છે.

ઈડરઃ ઈડર પાવાપુરી જલ મંદિરના જૈન સાધુ રાજા સાહેબ રાજતિલક સાગરજીએ પોતાની સાથે પૂજા રૂમમાં બળજબરીથી સંપૂર્ણ નિર્વસ્ત્ર કરીને શરીરસુખ માણ્યું હોવાની સુરેન્દ્રનગરના વઢવાણની મહિલાએ ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મહિલાએ તેની ફરિયાદમાં તેની આપવિતી વર્ણવી છે. મહિલાએ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અક્ષરશઃ નીચે પ્રમાણે છે. ‘હાલ અમારા માતાપિતા સાથે રહીએ છીએ. અમારા લગ્ન આશરે ત્રીસ વર્ષ પહેલાં લગ્ન થયેલા જેના થકી અમોને એક દીકરી હતી અને મારે અને અમારા પતિને મન ન રહેતા વર્ષ 2000ની સાલમાં મારા પતિ સાથે છૂટાછેડા થયેલા હતા. ત્યારબાદ હું અને મારી દીકરી મારા માતાપિતા સાથે રહીએ છીએ. ત્યારબાદ મારી દીકરી તા.28/8/2013માં આકસ્મિક રીતે ગુજરી ગયેલી છે. સને 2013માં સુરેન્દ્રનગરથી જૈન સમાજનો સંઘ નિકળેલો જે સંઘની અંદર હું પણ સેવા આપવા ગયેલી જે સંઘ સતત આઠ દિવસ સુધી ચાલીને અલગ અલગ સ્થળે રોકાઇને શંખેશ્વર મુકામે પહોચેલો. આ સંઘ દરમિયાન આ સંઘના મહારાજ સાહેબ રાજા સાહેબ રાજતિલક સાગરજી મહારાજના પરિચયમાં આવેલા. આ દરમિયાન અવારનવાર તેઓના પ્રવચનો સાંભળેલા. આઠ દિવસ દરમિયાન અમોને સંઘમાંથી સાંભળવા મળેલું કે, મહારાજ સાહેબ ખૂબ જ જ્ઞાની અને ત્રિકાળદર્શી તેમજ અલૌકિક શક્તિ ધરાવે છે. જેના થકી તેઓ લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. તેમજ તેમની સાઘના દ્વારા લોકોની તકલીફો દૂર કરે છે.
તેમણે મને મારા સારા ભવિષ્ય માટે તેમજ મારી દીકરીના સારા ભવિષ્ય માટે ધ્યાનમાં બેસવાનું કહેતાં હું ધ્યાનમાં બેસેલી અને તેઓ મારી સામે બેસી તેઓની આંખમાં આંખ નાખી જોવાનું કહેતાં મેં તેમ કરેલું. ત્યાર.બાદ તેઓએ મને કહેલું કે, તેઓ મારી સાથે લગ્ન કરવા માગે છે. તેમજ મારી દીકરીને એક પિતાનું સુખ આપવા માગે છે. મને તેમની પત્ની બનાવી જિંદગીભર પોતાની સાથે રાખવા માગે છે. તેમજ મારી દીકરીના સારા ભવિષ્યની લાલચ આપી ખોટી વાતો કરી ફસાવે છે. તેમજ બંધ રૂમમાં મારી સાથે બળજબરી કરી મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું. તે દરમિયાન મેં બૂમો પાડવાની કે ભાગવાનો પ્રયત્ન કરતાં તેઓએ મને બળજબરીથી પકડી રાખેલી અને મારી ઇચ્છા વિરૂધ્ધ મને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી મારી સાથે મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું. ત્યાર બાદ અમોને ધમકી આપેલી કે આ બાબતે બહાર જઇને કોઇને વાત કહીશ અથવા પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારી દીકરીને જાનથી મારી નાખીશ. ત્યાર બાદ અમો ઉપાશ્રય છોડી ઘરે આવી ગયેલા હતા. ત્યાર બાદ તે મહારાજ સાહેબ અમોને ઘણી બધી વાર તેમની પાસે આશીર્વાદ લેવા બોલાવેલા પરંતુ અમો ગયેલા નહી. તેમજ અમારી સાથે બનેલા બનાવની વાત કોઇને કહેલી નહી કે કોઇ પોલીસ ફરિયાદ કરેલી નહી કારણ કે અમોને અમારી સામાજીક છબી ખરડાવવાનો ડર તેમજ તે મહારાજ સાહેબ દ્વારા અમોને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય કે કોઇપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી નહી. હાલ તા.22/06/2020ના રોજ ઇડર પોલીસ સ્ટેશનમાં મહારાજ સાહેબ રાજસાહેબ રાજતીલક સાગરજી ઉપર બળાત્કાર અંગેની ફરિયાદ થયેલી હોય જે બાબત અમારી જાણમાં આવતાં અમોને હિંમત મળેલી અને અમો આવા નરાધમો કે જેઓ ધર્મની આડમાં સ્ત્રીઓનું શોષણ કરતા હોય તેઓની વિરૂધ્ધમાં ફરિયાદ કરવા તેમજ આ થયેલી ફરિયાદના સમર્થનમાં જુબાની આપવા તૈયાર થયા હતા. ’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget