Morbi: મોરબીમાં ફિનાઈલ બનાવવાની ફેક્ટરીમાં પોલીસે રેડ પાડી તો દ્રશ્યો જોઈને બધા ચોંકી ગયા, જાણો કેવો ચાલતો હતો ગોરખધંધો
મોરબી: ગુજરાતમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા છે. રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફિનાઈલ બનાવવાની ફેક્ટરીની આડમાં નકલી દારૂ બનવવાની ફેક્ટરી ધમધમતી હોય જ્યાં રેડ કરી મોરબી એલસીબી ટીમે નકલી દારૂનો જથ્થો, વ્હીસ્કી ભરેલ બોટલનો જથ્થો સહીત કુલ ૧૫.૬૫ લાખની મત્તા સાથે ૧૧ આરોપીને ઝડપી લીધા છે.
મોરબી: ગુજરાતમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા છે. રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફિનાઈલ બનાવવાની ફેક્ટરીની આડમાં નકલી દારૂ બનવવાની ફેક્ટરી ધમધમતી હોય જ્યાં રેડ કરી મોરબી એલસીબી ટીમે નકલી દારૂનો જથ્થો, વ્હીસ્કી ભરેલ બોટલનો જથ્થો સહીત કુલ ૧૫.૬૫ લાખની મત્તા સાથે ૧૧ આરોપીને ઝડપી લીધા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે તેમને દારુ અંગે બાતમી મળી હતી.જે બાદ જાંબુડિયા ગામની સીમમાં રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે બાલાજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં પહોંચ્યા હતા. ગોડાઉન ભાડે રાખી આરોપી સુરેશકુમાર આત્મારામ ડુકીયા (રહે હરિયાણા)તેના સાગરીતો મારફત ફિનાઈલ બનાવવાની આડમાં ઈંગ્લીશ દારૂ બનાવી દારૂ બોટલોમાં પેકિંગ કરવાની પ્રવૃત્તિ કરતો હતો.
પોલીસની રેડમાં ગોડાઉન ખાતે પ્લાસ્ટિકની ફિનાઈલમાં વપરાતી ખાલી બોટલના કાર્ટુન અને ત્રણ પ્લાસ્ટિક મોટી ટાંકીઓ બ્લુ કલરના ૨૦૦ લીટર ક્ષમતા વાળી જોવા મળી હતી અને એક જગ્યાએ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ લખેલ બોટલો પડેલ જોવા મળી હતી અને નાના મોટા બોક્સમાં ટેપ લગાવી હોય જે બોક્સ ખોલી ચેક કરતા વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની સીલપેક બોટલો અને બેરલમાં પાણીની બોટલ વોશ કરવાનું પાણી અને બોટલ સીલ કરવાનું મશીન મળી આવ્યા હતા.
જેથી સ્થળ પરથી પોલીસે આરોપી બિશ્વજીત સાદુરામ રામસહાય જાટબ, ચંદ્રપ્રકાશ હેતરામ રામદયાલ જાટબ, રીન્કુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ, રાજકુમાર અઝઝૂદીલાલ કેસરી, રવિ જયરામ કોમિલ જાટબ, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ, નીલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્યું કશ્યપ, સચિનકુમાર સંતરામ રામઅન્જોર કોરી, અને બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ રહે બધા મૂળ યુપી હાલ જાંબુડિયા વાળાને ઝડપી લીધા હતા.
સ્થળ પરથી પોલીસે ખાખી પુંઠાના બોક્સમાં કાચની સીલપેક વ્હીસ્કી બોટલ નંગ ૨૮૩૨ કીમત રૂ ૧૦,૬૨,૦૦૦ તેમજ ખાલી બોટલ નંગ ૨૮,૨૦૦ કીમત રૂ ૨,૮૨,૦૦૦, બોટલ પર લગાવવાના સ્ટીકર, ઈંગ્લીશ દારૂ ભરેલ પાણીની ટાંકી જેમાં ૫૦૦ લીટર દારૂ અન્ય બે ટાંકીમાં દારૂ આશરે ૨૦૦૦ લીટર, તેમજ લેબ ટેસ્ટીંગ કીટ ને ૦૬ મોબાઈલ મળીને કુલ રૂ ૧૫,૬૫,૩૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે, રેડ દરમીયાન આરોપી સુરેશકુમાર આત્મારામ ડુકીયા હાજર ન હોવાથી પોલીસે વધુ તપાસ ચલાવી છે.