Porbandar: પોરબંદરના જાવરમાં 15થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, એકનું મોત, ચારની હાલત ગંભીર
Porbandar: ભોજન લીધા પછી 15થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.
Porbandar: પોરબંદરના જાવર ગામે ફેક્ટરીમાં કામ કરતા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભોજન લીધા પછી 15થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ચારથી પાંચ વ્યક્તિઓની તબિયત વધારે ખરાબ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી. આ ઘટનામાં એકનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોસ્પિટલ પહોંચ્યા અને ખબર અંતર પૂછ્યા હતા.
ફૂડ પોઈઝનિંગની અસરના કારણે ૧૫ થી વધુ વ્યક્તિઓને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરનાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ હોસ્પિટલમાં દાખલ લોકોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પૂછ્યા અને ડૉકટરો સાથે સારવાર અંગે ચર્ચા કરી હતી.
પોરબંદર ના જાવર ગામે ફૂડ પોઈઝનીંગ ની અસરના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થવાની ઘટના અત્યંત દુઃખ છે. આ ઘટનામાં અન્ય 15 જેટલા અસરગ્રસ્તોને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, તેમની સાથે મુલાકાત કરીને ખબર અંતર પૂછ્યા અને ડૉકટરો સાથે સારવાર અંગે ચર્ચા કરી.#Porbandar pic.twitter.com/qXGPMFnsvJ
— Arjun Modhwadia (@arjunmodhwadia) August 20, 2023
મળતી જાણકારી અનુસાર, થોડા દિવસો પૂર્વે ઝારખંડ અને ઉતરાખંડથી કામ અર્થે આવેલા લોકોની કોન્ટ્રાક્ટર દ્ધારા જમવાની અને રહેવાની વ્યવસ્થા ફેક્ટરીમાં જ કરી આપવામાં આવી હતી. અહી બપોરના ભોજન બાદ થોડા શ્રમિકોને ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા. જેના કારણે તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં પીવાના પાણીના કારણે ઝાડા ઉલટી થયા હોવાનું પ્રાથમિક કારણ જણાવવામાં આવી રહ્યું છે. હાલ ચારથી પાંચ વ્યક્તિઓની તબિયત વધારે ખરાબ થઈ જતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયાની જાણકારી મળી છે. પ્રાથમિક જાણકારી અનુસાર, મૃતકને ફૂડ પોઈઝનિંગ ઉપરાંત કિડનીની તકલીફથી હોવાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.