શોધખોળ કરો

Porbandar: પોરબંદરમાં નવા ચહેરા મનસુખ માંડવિયા માટે રમેશ ધડુકે શું આપ્યુ મોટુ સ્ટેટમેન્ટ, જાણો

61 વર્ષીય રમેશ ધડુક આ વખતે બીજેપીના સાંસદના ઉમેદવારના લિસ્ટમાં નથી. પોરબંદર બેઠક પરથી આ વખતે ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાને ઉતાર્યા છે

Porbandar LOK SABHA 2024: ભાજપે ગઇકાલ સાંજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આગામી લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં દેશભરના 195 ઉમેદવારોની સાથે સાથે ગુજરાતના 15 ઉમેદવારોને પણ જાહેર કરાયા છે. આમાં ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પોરબંદર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે, જે આ પહેલા આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા રમેશ ધડુક સાંસદ હતા. પોરબંદર પર પક્ષ દ્વારા નવો ચહેરો મુકાયા બાદ રમેશ ધડુકે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. 

61 વર્ષીય રમેશ ધડુક આ વખતે બીજેપીના સાંસદના ઉમેદવારના લિસ્ટમાં નથી. પોરબંદર બેઠક પરથી આ વખતે ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાને ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, મનસુખ માંડવિયાની આ વખતે રાજ્યસભા ટર્મ પુરી થઇ છે અને હવે લોકસભા લડીને કેન્દ્રમાં જશે. પરંતુ આ બધાની વચ્ચે રમેશ ધડુકે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. 

પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાનું નામ જાહેર થતાંની સાથે જ હાલના વર્તમાન સાંસદ રમેશ ધડુકે ખુશી વ્યક્ત કરી છે. રમેશ ધડુક સૌરાષ્ટ્રના સૌથી સક્રિયા સાંસદ પણ છે. રમેશ ધડુકે નવા ચહેરાને પોરબંદર લોકસભાના મતદારોને અપીલ કરી છે કે કેન્દ્રીય કેબિનેટ મંત્રી આપણા વિસ્તારમાં ચૂંટણી લડવા માટે આવ્યા છે, હું મારા મતદારોને અપીલ કરું છું કે, પાંચ લાખની જંગી લીડથી મનસુખ માંડવિયાનો વિજય થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિજય અપાવવા માટે અપીલ કરી છે. ખાસ વાત છે કે, રમેશ ધડુકે આ અવસર પર પોરબંદરમાં ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. 

ભાજપે પ્રથમ યાદીમાં આ 6 ફિલ્મ સ્ટાર્સને આપી લોકસભાની ટિકિટ

આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 2 માર્ચે બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. આ ઉમેદવારોમાં કેટલાક અભિનેતાઓ પણ છે, જેમને ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.

ગોરખપુરથી રવિ કિશનઃ બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશનને આગામી લોકસભા ચૂંટણી માટે ફરી ગોરખપુરથી તક આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રવિ કિશન હાલમાં આ લોકસભા સીટ પરથી સાંસદ છે.

આઝમગઢથી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' : ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને આઝમગઢથી તક આપવામાં આવી છે. નિરહુઆ હાલમાં આઝમગઢથી જ સાંસદ છે. તમને જણાવી દઈએ કે 2019ની ચૂંટણીમાં નિરહુઆનો સામનો પૂર્વ સીએમ અખિલેશ યાદવ સામે હતો, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે ધર્મેન્દ્ર યાદવને હરાવીને આ બેઠક કબજે કરી હતી.

આસનસોલથી પવન સિંહઃ ભોજપુરી ફિલ્મોના અન્ય સ્ટાર પવન સિંહને પણ ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પવન સિંહ પહેલીવાર રાજકારણમાં આવ્યા છે. લિસ્ટમાં પોતાનું નામ હોવા પર ખુશી વ્યક્ત કરતા પવન સિંહે એમ પણ કહ્યું છે કે તેમને આસનસોલના લોકો પર પૂરો વિશ્વાસ છે કે તેમને તેમના આશીર્વાદ ચોક્કસ મળશે.

હુગલીથી લોકેટ ચેટર્જીઃ ભાજપે ફરીથી લોકેટ ચેટરજીને તેમના વર્તમાન સંસદીય મતવિસ્તાર હુગલીમાંથી ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે લોકેટ ચેટર્જી અહીંના વર્તમાન સાંસદ છે. લોકેટ ચેટર્જી શાસ્ત્રીય નૃત્યાંગના અને બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ છે.

ઉત્તર-પૂર્વ દિલ્હી મનોજ તિવારી: ભાજપે ફરી એકવાર ભોજપુરી સ્ટાર અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને આ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.

ત્રિશૂરથી સુરેશ ગોપીઃ તમિલ, તેલુગુ અને ખાસ કરીને મલયાલમ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા સુરેશ ગોપીને કેરળના ત્રિશૂરથી ભાજપે તક આપી છે. તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget