Aravalli: મોડાસામાં ચૂંટણી બાદ મારામારી, લોકોના ટોળેટોળા એકઠા થયા
અરવલ્લી: મોડાસામાં ચૂંટણી બાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસા શહેરના કસ્બા વિસ્તારમાં બબાલ થઈ હતી. આ મારમારીનો વિડિયો પણ સામે આવ્યો છે.
અરવલ્લી: મોડાસામાં ચૂંટણી બાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસા શહેરના કસ્બા વિસ્તારમાં બબાલ થઈ હતી. આ મારમારીનો વિડિયો પણ સામે આવ્યો છે. જો કે આ બબાલ ક્યા કારણે થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. મારામારીને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. તમને જણાવી દઈએ કે, બબાલની ચૂંટણીની કામગીરીમાં કોઈ અસર થઈ નહોતી.
કલોલમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક બની તોફાની છે. સવારે બળદેવજી ઠાકોર સાથે થયેલ સંઘર્ષ બાદ સાંજે માહોલ ઉગ્ર બન્યો છે. ભાજપ કાર્યાલય પર પથ્થર મારા બાદ કોંગ્રેસ કાર્યાલય ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું છે.
જાણો કઈ જગ્યાએ કોંગ્રેસ ઉમદેવારની કારના કાચ તોડવામાં આવ્યા
પંચમહાલના ઘોઘંબાના ગોદલી ગામમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણની ગાડીના કાચ તોડવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. બોગસ મતદાનની જાણ થતાં પ્રભાતસિંહ ચૌહાણ ઘોઘંબાનાં ગોદલી મતદાન મથક પહોચ્યા હતા. ગોદલી ગામના કાચલા ફળિયા મતદાન મથક ઉપર ઉભેલા બીજેપી અને કોંગ્રેસ પાર્ટીનાં ટોળા વચ્ચે બબાલ મચી જતાં બે ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. પ્રભાતસિંહે પોતે સલામત હોવાનું જણાવ્યુ છે. સાથે ઘટના સ્થળે હાજર પોલીસે તેમને સુરક્ષા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છેઃ જગદીશ ઠાકોરનો આરોપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસપ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરે મતદાન કર્યાં બાદ ર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓ લુખાઓ છે. તેમણે કહ્યું કે, દાંતાના ઉમેદવાર ૩ કલાક સુધી ભાળ ન મળે અને ચૂંટણી પંચ અમારી ફરિયાદ પણ ન લે આ કેવી રીતે ચાલે તેમણે કહ્યું કે, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી,કોંગ્રેસ વિસ્તારમાં મતદાન ધીમું કરવાનું કામ તંત્ર કર્યું છે. સવાલ ઉઠાવતાં જગદિશ ઠાકોરે કહ્યું કે, ભાજપના બુથો પર મતદાન ઝડપથી પણ કોંગ્રસ વિસ્તારમાં મતદાન ધીમું કેમ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, પરિણામને લઈને કર્યો મોટો દાવો
મૈનપુરી પેટાચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યુપીમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો પર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે. યુપી પેટાચૂંટણીની સાથે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પર SP ચીફ અખિલેશ યાદવની પ્રતિક્રિયા મૈનપુરીમાં આવી છે. જ્યારે SP ચીફ વોટ આપીને બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી પર તેમણે કહ્યું કે, મને આશા છે કે ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારી જશે.