દાહોદ: ડોક્ટરોની હડતાલને પગલે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે રઝળી પડ્યાં
દાહોદ જિલ્લા સહિત રાજયમા ડોકટરોની હડતાલને લઈને અનેક દર્દઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દાહોદ સિવિલ ઝાયડસ હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં 4 મૃતદેહો રઝળી પડ્યા હતા.
દાહોદ: દાહોદ જિલ્લા સહિત રાજયમા ડોકટરોની હડતાલને લઈને અનેક દર્દઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દાહોદ સિવિલ ઝાયડસ હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં 4 મૃતદેહો રઝળી પડ્યા હતા. જેના કારણે મૃતકોના પરિજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝાલોદ તાલુકાના થેરકા ગામના સંગાડા રાહુલનું ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જતાં મોત નીપજ્યું હતું. જેના મૃતદેહ ને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો.
જો કે, અકસ્માતના 24 કલાક વીત્યા બાદ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન થતા પરિજનો પોસ્ટમોર્ટમના રૂમ બહાર ડોક્ટરોની રાહ જોઈ બેઠા છે. ડોક્ટરની હડતાલના કારણે પરિજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ધાનપુર નજીકના 25 વર્ષીય હર્ષિલા સુરશીંગ બારીયા અને સિંગવડના ધામણબારી ગામના 35 વર્ષીય નયનાબેન રાજુભાઈની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં તેમનું સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું.
ધાનપુર અને સિંગવડના ડોકટરોની હડતાલ હોઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો. જોકે 48 કલાકનો સમય વીતી ગયો છતા પીએમની વ્યવસ્થા થઈ નથી. ગઈકાલે રાત્રે પિપલોદ રેલવે સ્ટેશન નજીક એક નવજાત શિશુનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પણ ડોક્ટરની હડતાલની અસર પણ જોવા મળી હતી. દાહોદ સહિત રાજ્યભરમાં હાલ સરકારી ઇન સર્વિસ તબીબોની હડતાલને પગલે દર્દીઓ તેમજ પરિજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પોસ્ટમોટમની રાહ જોઈ રહેલા ચાર મૃતદેહ ડોક્ટરની હડતાલની અસર પડી છે. જોકે ઝાયડ્સ હોસ્પિટલના સી. ઇ .ઓ સંજય કુમાર મૃતદેહના પોસ્ટમોટમ માટે સીડીએમઓને જાણ કરાઈ છે, જેથી વહેલી તકે પોસ્ટમોટમ થઈ શકે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આશરે બે વર્ષ બાદ સતત બે દિવસ સુધી હજારથી ઓછા કેસ નોંધાયા બાદ ફરી એક વખત કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ અને 43 લોકોના મોત થયા છે.
બુધવારે 1086 નવા કેસ અને 71 સંકંમિતોના મોત થયા હતા.. મંગળવારે 795 નવા કેસ અને 58 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 913 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.