શોધખોળ કરો

ચોમાસા પહેલા મીની વાવાઝોડુ, રાજ્યનાં આ વિસ્તારમાં આજે ભારે પવન ફૂંકાવાની આગાહી

રાજ્યમા આજથી કાળઝાળ ગરમીમાં આંશિક ઘટાડો થશે. ચાર દિવસ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: રાજ્યમાં ગરમીમાં તો ઘટાડો થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભારે પવન ફૂકાવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ દિશાએથી ગુજરાત ઉપર ચોમાસુંના આગમનને હજુ ચાર સપ્તાહનો સમય બાકી છે. ત્યારે ચોમાસા પહેલા વાવાઝોડાને બદલે શક્તિ શાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં 26મે સુધી 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છો. તો દરિયાકાંઠેના વિસ્તારોમાં 64 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે. જેથી જ ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપી છે. હવામાન નિષ્ણાંતોને મતે નૈઋત્યના ચોમાસા માટે ગુજરાતને જૂનના બીજા સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે.

રાજ્યમા આજથી કાળઝાળ ગરમીમાં આંશિક ઘટાડો થશે. ચાર દિવસ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટવાની આગાહી કરવામાં આવી છે. જો કે મંગળવારે રાજ્યના 6 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તેમાં પણ 42.3 ડિગ્રી સાથે અમદાવાદ સતત ત્રીજા દિવસે ગુજરાતનું હોટેસ્ટ સિટી રહ્યું છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં 41 ડિગ્રીની આશપાસ જ તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો પાટણમાં 41.3, રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.6, ડીસામાં 40.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.

દિલ્હીમાં પડશે વરસાદ, યુપી-પંજાબ-હરિયાણામાં મળશે ગરમીથી રાહત, જાણો લેટેસ્ટ અપડેટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજથી આગામી કેટલાક દિવસો સુધી ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં આજ (24 મે) થી 27 મે સુધી વરસાદની સંભાવના છે. દિલ્હીના હવામાનનો ઉલ્લેખ કરીને IMD એ  કહ્યું તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આ સાથે IMDએ પણ રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન?

ઉત્તર પ્રદેશના હવામાન પર નજર કરીએ તો આજે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. રાજધાની લખનઉ સહિત ગાઝિયાબાદ, નોઈડામાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ સિવાય ઘણા શહેરોમાં જોરદાર પવન ફૂંકાતા જોવા મળી શકે છે.

પંજાબ અને હરિયાણામાં કેવું રહેશે હવામાન?

IMD એ પણ બિહારમાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે 27 મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. તેવી જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ હવામાન યથાવત રહી શકે છે.

જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં હિમવર્ષાની આગાહી

આ સિવાય પશ્ચિમ બંગાળ, કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget