(Source: ECI/ABP News/ABP Majha)
પીએમ મોદીના કાર્યક્રમને લઇને દાહોદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
PM Modi Gujarat Visit: દાહોદમાં પીએમ મોદી આગામી 2૦ એપ્રિલે ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું અને લોકાર્પણ કરવા આદિજાતિ મહાસંમેલનમાં પધારવાના છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમાં જોતરાયું છે.
PM Modi Gujarat Visit: દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 2૦ એપ્રિલે દાહોદના ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું અને લોકાર્પણ કરવા આદિજાતિ મહાસંમેલનમાં પધારવાના છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમાં જોતરાયું અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં દાહોદ શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યા છે. શહેરમાં કલરફુલ લાઈટ સીરીઝ લાઈટ સહિત અલગ-અલગ લાઈટોથી શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરના બસ સ્ટેન્ડ વિવેકાનંદ ચોક સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ, ભગિની સમાજ નગરપાલિકા સરદાર ચોક ગોધરા રોડ સહિત તમામ સર્કલોને પણ સુંદર લાઈટ લગાવી શણગાર કરવામાં આવતા તમામ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ સુંદર દ્રશ્ય નિહાળવા માટે લોકો સ્ટેશન રોડ સહીત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલમાં પણ આ દ્રશ્ય કેદ કરતા નજરે પડ્યા હતા. શહેરના પોલીસ સ્ટેશન નગર પાલિકા, ભગિનીસમાજ સહીત ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાહોદના આગમનને લઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહીત દાહોદ શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે બનાસકાંઠાના દિયોદરમાં 151 વિઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસિસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું. બનાસ ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. બનાસકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણે આજે બનાસ ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. બનાસડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાય દ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે.