AICPની ૨૨મી નેશનલ કોન્ફરન્સમાં પોરબંદરના ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમભાઈ આર.નાગરે લીધો ભાગ
ડૉ.અનુપમભાઈ આર. નાગર સાહેબે તારીખ ૮ અને ૯મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ પુનાના એમઆઈટી દ્વારા યોજાયેલ ભારત દેશના ૨૨માં રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના અધિવેશનમાં ભાગ લીધો હતો
પોરબંદરઃ રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી અને આર્યકન્યા ગુરુકુળના માનદ પ્રોવોસ્ટ ડૉ.અનુપમભાઈ આર. નાગર સાહેબે તારીખ ૮ અને ૯મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ પુનાના એમઆઈટી દ્વારા યોજાયેલ ભારત દેશના ૨૨માં રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના અધિવેશનમાં ભાગ લીધો હતો સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી એકમાત્ર તેઓએ આ કોન્ફરન્સમાં ભાગ લઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. અત્રે એ નોંધનીય છે કે ગત વર્ષોની ‘એઆઈસીપી’ની ૨૦મી અને ૨૧મી નેશનલ કોન્ફરન્સમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર તેઓએ ભાગ લઈ કોલેજનું અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.
એસોસીએશન ઓફ ઇન્ડિયન કૉલેજ પ્રિન્સિપલ (એઆઈસીપી) પ્રતિવર્ષ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરે છે. જેમાં સમગ્ર ભારત દેશની વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ ભાગ લઇ પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતા હોય છે. આ વર્ષે એઆઈસીપીની ઓનલાઈન નેશનલ કોન્ફરન્સ પુનાના એમઆઈટી દ્વારા તારીખ ૮ અને ૯મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાઈ હતી. જેનો વિષય હતો, ‘હાયર એજ્યુકેશન ઇન પોસ્ટ કોવીડ એરા’ આ નેશનલ કોન્ફરન્સમાં ભારતભરમાંથી લગભગ ૩૦૦ આચાર્યશ્રીઓએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી એકમાત્ર ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી અનુપમભાઈ આર. નાગરની ઉપસ્થિતિ નોંધપાત્ર બની હતી. તેઓએ એઆઈસીપીની આ કોન્ફરન્સમાં ‘ગાંધીજીસ અષ્ટાંગમાર્ગ : અ હોલિસ્ટીક એપ્રોચ ટુ એજ્યુકેશન’ વિષય શીર્ષક હેઠળ તેઓનુ સંશોધનપત્ર રજૂ કર્યું હતું. આ નેશનલ વેબિનારમાં ૬૦ રિસર્ચ પેપર્સ રજૂ થયા હતા.