શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો હવે ઉઘાડી લૂંટ નહીં ચલાવી શકે, સરકારે નક્કી કર્યા દર
રાજ્ય સરકારે નક્કી કરેલા નવા દર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં લાગુ પડશે નહીં.
અમદાવાદઃ રાજ્યમાં હવે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારને લઈને ગુજરાત સરકારે ચાર્જ નક્કી કરી દીધા છે. ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલતી હોવાની ફરિયાદ રાજ્ય સરકારને મળી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની જોગવાઇ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને અપાતી સારવારના દરો નિયત કર્યા છે. રાજ્ય સરકારે નક્કી કરેલા નવા દર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં લાગુ પડશે નહીં.
કારણ કે, આ વિસ્તારમાં પહેલાથી જ ભાવન નક્કી કરી દેવામાં આવ્યા છે. માં અને માં-વાત્સલ્ય યોજનાના લાભાર્થી તરીકે જે દર્દીઓ સારવાર મેળવશે તેમને માં અને મા-વાત્સલ્ય યોજનાથી નિયત થયેલા દરો લાગુ પડશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે નક્કી કરેલા નવા દરોમાં ટાસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ તથા સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવારમાં જરૂરી દવાઓ અને પ્રોફિલેક્સિસમાં વપરાતી હાયર એનિબાયોટિક્સનો સમાવેશ થતો નથી.
એટલું જ નહીં, સ્પેશિયલ ડોક્ટર વિઝીટ, લેબોરેટરી ચાર્જીસ તથા પ્રતિ ડાયાલિસિસના રૂ. 1,500 અને આઈસીયુમાં ડાયાલિસિસના રૂ. 3,500નો પણ આ દરોમાં સમાવેશ થતો નથી.
નક્કી કરેલા દરોમાં બે સમયનું ભોજન, સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો તથા પી.પી.ઈ. કીટ્સ, એન-95 માસ્ક, તમામ રૂટીન દવાઓ, રૂમ ચાર્જીસ અને નર્સિંગ ચાર્જીસનો સમાવેશ થાય છે.
સરકારે ખાનગી હોસ્પિટલ માટે નક્કી કરેલા દર
- આઈ.સી.યુ. ની સુવિધા વિનાની સેવાઓ માટે વાર્ડમાં પ્રતિદિન રૂ. 5,700
- હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ. માં પ્રતિદિન રૂ. 8,075
- આઈ.સી.યુ.ની સુવિધા સાથે પ્રતિદિન-પ્રતિ બેડનો વાર્ડનો દર રૂ. 6,000
- હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી. યુ. નો દર રૂ. 8,500
- આઈસોલેશનની સાથે આઈ.સી.યુ. નો દર રૂ. 14,500
- વેન્ટિલેટર- આઈસોલેશન અને આઈ.સી.યુ. સાથેના દર રૂ. 19,000
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion