શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ કરાવી શકાશે? અમદાવાદ-સુરતમાં કરાઈ વ્યવસ્થા, જાણો વિગત
દેશમાં કોરોનાની તપાસ માટે સરકાર તરફથી 109 લેબોરેટરી બનાવાઈ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટ કરવાની મર્યાદિત વ્યવસ્થા છે. આ કારણે લોકોને તકલીફ ના પડે એ માટે કેન્દ્ર સરકારે 35 પ્રાઇવેટ લેબોરેચરીમાં કોરોનાવાયરસના ટેસ્ટ કરવાની મંજૂરી આપીછે. હવે આ લેબોરેટરીમાં કોરોનાની તપાસ થઈ શકશે અને તેમાં ગુજરાતની પણ ચાર લેબોરેટરીનો સમાવેશ થાય છે.
આ લેબોરેટરીમાં અમદાવાદની ત્રણ અને સુરતની એક ખાનગી લેબોરેટરીનો સમાવેશ થાય છે. અમદાવાદની ત્રણ લેબોરેટરીમાં યુનિપથ સ્પેશિયલ લેબોરેટરી (એલિસબ્રિજ), સુપ્રારેટક મોઈક્રોપથ લેબોરેટરીઝ (એલિસબ્રિજ), પેનજીનોમિક્સ ઈન્ટરનેશનલ (એલિસબ્રિજ)નો સમાવેશ થાય છે. સુરતની એસ.એન. જીનલેબ (નાનપુરા)ને મંજૂરી અપાઈ છે.
કેન્દ્ર સરકારે જે ખાનગી લેબોરટરીમાં કોરોનાના ટેસ્ટની મંજૂરી આપી છે તેમાં દિલ્હીમાં 6, ગુજરાત 4, હરિયાણામાં 3 , મહારાષ્ટ્રમાં 9, ઓરિસ્સામાં 1, તામિલનાડુમાં 4, તેલંગાણામાં 5 અને પશ્ચિમ બંગાળમાં 1 પ્રાઇવેટ લેબનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાની તપાસ માટે સરકાર તરફથી 109 લેબોરેટરી બનાવાઈ છે. આ સિવાય 12 બીજી લેબોરેટરી બનાવાની યોજના છે એટલે કે દેશમાં 121 સરકારી લેબોરેટરીમાં કોરોનાની તપાસ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement