Amreli: અમરેલી જિલ્લામાં સોલાર પ્રોજેક્ટ સામે વિરોધ, ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી
સાવરકુંડલાના મોટા જીંજુડા ગામે ચાલતા સોલાર પ્રોજેક્ટ સામે કાર્યવાહી કરવા ખેડૂતો અને વિરજી ઠુમ્મર જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
અમરેલી : અમરેલી જિલ્લામાં વધુ એક સોલાર પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના મોટા જીંજુડા ગામે ચાલતા સોલાર પ્રોજેક્ટ સામે કાર્યવાહી કરવા ખેડૂતો અને વિરજી ઠુમ્મર જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સરકારી જમીન પર દબાણ કરી સોલાર પેનલો ઊભી કરી બિનખેતી થયા વગર ગેરકાયદેસર રીતે પ્રોજેક્ટ ચાલતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી જમીન પર સોલારની પેનલો ગેરકાયદેસર ઊભી કરી દેવામાં આવી છે. ભૂતકાળમાં તમામ સ્તરેથી કંપની સામે યોગ્ય કાર્યવાહી થાય તે બાબતે રજુઆત કરાઈ છે. સાવરકુંડલા નાયબ કલેકટર સહિતના અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આર્થિક વહીવટ કરી કંપનીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ
વધુ એક વખત રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ છે. બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ , ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા , જામનગર, મોરબી, ગીરસોમનાથ સહિત અનેક સ્થળે માવઠું વરસી શકે છે . રાજ્યમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
આવતીકાલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના છે. પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, મહેસાણા, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા છે. આવતી કાલે અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠાનુ અનુમાન છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય રીતે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ધીમેધીમે ઉપર જાય છે.આ વખતે માર્ચ મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી થઇ છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી દિધી છે.
હવામાન વિભાગે શનિવારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે. મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવતા કહ્યુ કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે. નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના કારણે ગુજરાતમાં ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે.