Gujarat: PSI અને લોકરક્ષકની ભરતીને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે
રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે.
ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ચોમાસા બાદ યોજાઈ શકે છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઇ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: 12472ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 2, 2024
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે.
સંવર્ગ | ખાલી જગ્યાની વિગત |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 1000 |
(એસ.આર.પી.એફ.) (પુરૂષ) | |
જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
જેલ સિપોઇ (મહિલા) | 85 |
કુલ | 12472 |
બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે. વધુ માહિતી માટે ઉમેદવાર lrdgujarat2021.in પર માહિતી મેળવી શકે છે.