શોધખોળ કરો

Gujarat Election 2022: ભાજપના ઉમેદવારનો બફાટ, કહ્યું, મતદાનમાં થાય એટલું ખોટું કરો

Gujarat Assembly Election 2022: રાધનપુર ભાજપનાં ઉમેદવાર લવીંગજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લવીંગજી ઠાકોર કહી રહ્યા છે કે, મતદાન મથક પર ખોટું કરો પણ મને મત આપો.

Gujarat Assembly Election 2022: રાધનપુર ભાજપનાં ઉમેદવાર લવીંગજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લવીંગજી ઠાકોર કહી રહ્યા છે કે, મતદાન મથક પર ખોટું કરો પણ મને મત આપો. લવીંગજી ઠાકોરે એક જાહેર સભામાં કરેલા આ બફાટને લઈને રાજકારણ ગરમાયું છે. લવીંગજીએ મતદાન વખતે જેટલું ખોટું કરવું હોય એટલું આપણે કરજો તેવું વિવાદિત નિવેદન આપતા અનેક સવાલો ઉઠ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે. તમારી અને મારી બન્નેની ભેગી આબરૂ છે.  ચુંટણી સભામાં કહ્યું કે, એજન્ટ એવા રાખજો કે સામે કોઈ ખોટું ન કરે અને આપણે જેટલું કરવું હોય એટલું કરજો. 

 જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન યોજાશે. અમદાવાદ સહિત સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થશે. મતદાનની ગણતરીના કલાકો પહેલાં વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામ હેઠળ બેનરો  લાગ્યા છે. જેમાં હાર્દિક પટેલનો વિરોધ કરતાં સૂત્રો લખવામાં આવ્યા છે. બેનર્સમાં જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં, હાર્દિક જાય છે, 13 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે ? હાર્દિક જાહેર કરે જેવા બેનરો લાગ્યો છે.

વિરમગામમાં કોની કોની વચ્ચે છે ચૂંટણી જંગ

વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ, કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ અને આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર વચ્ચે મુકાબલો છે.

બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલ પંપ એસોસિએશનની મોટી જાહેરાત

અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ મતદાનનું ચિહ્ન બતાવનારા મતદારોને એક લીટર પર એક રૂપિયા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે એસોસિએશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Embed widget