શોધખોળ કરો

Rain: છેલ્લા 24 કલાકમાં નવસારીના આ તાલુકામાં વરસ્યો ચાર ઇંચ વરસાદ, જાણો રાજ્યમાં અત્યાર સુધી કેટલો પડ્યો વરસાદ?

નવસારીના ગણદેવી અને અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં ૩ ઇંચ વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના બે તાલુકાઓમાં ૩ ઇંચ જયારે ૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કુલ ૪૮ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ ૧૧૬ મિ.મી. એટલે કે ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.  જયારે નવસારીના ગણદેવી અને અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં ૩ ઇંચ વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્ધારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૧૩ જૂલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ વાગ્યાની સ્થિતિએ ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૪૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૫.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૭૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૮.૧૫ ટકા, જયારે પૂર્વ ગુજરાતમાં ૩૫.૫૨ ટકા વરસાદ વરસ્યો હતો.

નવસારી જિલ્લાના ખેરગામ ,નવસારી અને ઉમરપાડા, તાપીના ડોલવણ અને કુકરમુંડા, વલસાડના ઉમરગામ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ થયો હતો. રાજ્યના ૧૫ તાલુકા એટલે કે, વલસાડ, ભરૂચ, નસવાડી, લીમખેડા, ગરુડેશ્વર, પાલડી, વાપી, સુરતના માંડવી અને માંગરોળ, પાદરા, મહુવા, દેવગઢ બારિયા, ઝગડિયા, બરવાળા અને બોડેલી ૧ ઇંચથી વધુ જયારે વિવિધ ૧૫ તાલુકાઓમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં નવસારી જિલ્લામાં તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ હતી. કાવેરી નદી પર બનાવવામાં આવેલો ચેક ડેમ પણ પાણીમાં ગરકાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના મતે 16 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 15 જૂલાઇના જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.                                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....

Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા

Embed widget