શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? જાણો આ રહી વિગતો
આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુરૂવાર સાંજે અચાનક ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો
ગાંધીનગર: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુરૂવાર સાંજે અચાનક ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 139 તાલુકાઓમાં હળવાંથી લઈને ધોધમાર વરસાદ તુડી પડ્યો હતો. તો આવો વરસાદી આંકડા પર એક નજર કરીએ....
જામનગરના જામજોધપુરમાં 3.2 ઈંચ વરસાદ
પાટણના સિદ્ધપુરમાં 1.7 ઈંચ વરસાદ
ગાંધીનગર શહેરમાં 1.6 ઈંચ વરસાદ
ખેડાના કપડવંજમાં 1.6 ઈંચ વરસાદ
ખેડાના કઠલાલમાં 1.4 ઈંચ વરસાદ
પાટણના સરસ્વતીમાં 1.3 ઈંચ વરસાદ
બનાસકાંઠાના દાંતીવાડામાં 1.3 ઈંચ વરસાદ
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાંથી લઈને ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે.
બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે. જેથી આગામી 17-18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિભાગ કરી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આગામી સમયમાં મેઘરાજા ધમરોળશે. જેમાં દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના લોકો અતિભારે વરસાદનો સામનો કરવો તેવી સ્થિતિ સર્જાશે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાં પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement