શોધખોળ કરો
Advertisement
આ દિવસથી ગુજરાતમાં ઘટશે વરસાદનું જોર, હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગતે
ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
નવી દિલ્હીઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે શનિવારથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 87 ટકા વરસાદ પડ્યો છે. હજુ રાજ્યમાં ચોમાસાની વિદાયને 45 દિવસ બાકી છે. આ જોતા લાગે છે કે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે ઉત્તર ગુજરાતની સાથે સાથે રાજ્યના બીજા સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ પડશે.
ગુરુવારે અને શુક્રવારે પડેલા વરસાદ બાદ શામળાજીના મોટા કંથારીયા પાસે નાદરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ભિલોડાના વાઘેશ્વરી પાસેનો કોઝવે પણ ધોવાયો છે. વાઘેશ્વરીકંપા, કણજીદરા ગામોને જોડતા કોઝવેમાં ભંગાણ પડતા ભિલોડા સાથે ચાર ગામનો સંપર્ક કપાયો છે.
સાબરકાંઠામાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે પોશીનાની નદીઓ બે કાંઠે વહી રહી છે. પોશીનાની સેઇ અને પનારી નદીમાં પાણીનો પ્રવાહ વધતા લોકો જોવા માટે ઉમટી પડ્યાં છે. નદીનું સ્તર વધતા પોશીના વિસ્તારમાં અનેક કોઝવે પાણીમાં ગરક થઈ ગયા છે.
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. રાજ્યના કુલ 204 જળાશયમાં 67.53 ટકા એટલે કે 3.75 લાખ મીટર ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 21.22 ટકા પાણી છે.મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 88.51 ટકા, દ. ગુજરાતના 13 ડેમમાં 77.37 ટકા, કચ્છના 20 જળાશયમાં 57.70 અને સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 51.01 ટકા પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા ડેમ 79.01 ટકા ભરાયો છે. કચ્છ અને દ. ગુજરાત ઝોનમાં સૌથી વધુ 100 ટકા વરસાદ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement